મળજો મને
. .મળજો મને
તાઃ૨/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન સાર્થક લાગે,મળી જાય જ્યાં સાચો પ્રેમ
નિર્મળતાના વાદળ વરસે,મળેલ જીવનમાં થાય લ્હેર
. …………………માનવજીવન સાર્થક લાગે.
ભક્તિનોસંગાથ મળે મને,ને મળે જીવનમાં પ્રભુનો પ્રેમ
સાચીશ્રધ્ધા જીવનમાંરહેતા,ના વ્યાધી આવે જીવે એમ
જલાસાંઇનુ સ્મરણ કરતાં,મળી જાય કૃપા જીવને અનેક
જન્મસાર્થક જીવનો થવાનો,જ્યાંમુક્તિ આવી ખોલે દ્વાર
. …………………માનવજીવન સાર્થક લાગે.
લાગણીમોહને દુરરાખોપ્રભુ,જે જીવને જીવનમાં ભટકાય
મળજોપ્રેમ સદગુરૂનોદેહને,સફળ માનવજન્મ થઈ જાય
નાહકની વ્યાધી ના આવે,કે ના જીવનમાં દુઃખનાય વ્હેણ
કૃપા તમારી જીવ પર રહેતા, સફળ થાય મારો આ જન્મ
. ………………….માનવજીવન સાર્થક લાગે.
=====================================