July 15th 2012

બાબાની પ્રીત

.

.

.

.

.

.

.

.

.

.                    બાબાની પ્રીત

તાઃ૧૫/૭/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાબા તમારા ચરણે આવતાં,મન પ્રદીપનું હરખાય
શાંન્તિ આવી મળે જીવનમાં,લાયકાત મારી કહેવાય
.               …………………બાબા તમારા ચરણે આવતાં.
સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,જીવને શાંન્તિ મળીજાય
ઉજ્વળ પ્રભાત મળતાં દેહને,પાવનકર્મ થતા જાય
બાબાની આ પ્રીત નિરાળી,મારા જીવનમાં સહેવાય
અદભુત કૃપાછેસાંઇબાબાની,વાણી વર્તનથી દેખાય
.               …………………બાબા તમારા ચરણે આવતાં.
માગણી મારી વ્હાલા બાબાથી,જીવનમાં રહેજો સાથ
આધીવ્યાધી તોઆવે જીવનમાં,ઉગારજો પકડીહાથ
સદા જીવનમાં સાથે રહીને,દેજો ભક્તિ પ્રેમની પ્રીત
નિર્મળ જીવન જીવી જગતથી,અંતે મુક્તિ દેજો એક
.               …………………બાબા તમારા ચરણે આવતાં.

=====================================