પ્રાસંગીક પ્રેમ
. પ્રાસંગીક પ્રેમ
તાઃ૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાવજો પ્રેમ અંતરનો સાચો,જે પ્રસંગને સ્પર્શી જાય
જીવનેઆનંદ થાયઅનંત,જ્યાં સાચોસ્નેહ મળી જાય
. ………………..લાવજો પ્રેમ અંતરનો સાચો.
આજે આવજો કાલે આવજો, હૈયે શીતળ સ્નેહ રાખજો
નાઅપેક્ષા કોઇ રહે મનમાં,એવી સુખશાંન્તિને લાવજો
અનંતસ્નેહ નાઉભરેહૈયે,જીવને માયામોહથી બચાવજો
આવી પ્રાસંગીક પ્રેમ મેળવજો,જીવનમાં રાહ મેળવજો
. …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
વાણી વર્તન સાચવી આવજો,મનથી સ્નેહ તમે પામશો
કુદરતનીકૃપા એતો છે કેડી,જીવને શાંન્તિ સદાય મળશે
શ્રધ્ધાએ તો મનથી રહેતી,જલાસાંઇની ભક્તિથી ફળશે
અંત દેહનો આઉજ્વળ બનશે,જ્યાં તમોને શ્રધ્ધા મળશે
. …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
======================================