December 7th 2018

વહેતી માયા

.            .વહેતી માયા

તાઃ૭/૧૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગની કાતર જીવને મળે,ત્યાં વહેતી માયા જ અડી જાય
કર્મનાબંધનનો સ્પર્શ માયા કરે,એ જીવને અનુભવથી સમજાય 
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને દેહ મળે અવનીપર સમયે,એજ કર્મનુ બંધનજ કહેવાય
ના કોઇ જીવથી છટકાય જગતપર,એ અદભુતલીલા થઈ જાય
કરેલ પાવનકર્મ મળેલ દેહથી,જે મળેલદેહથીજ જીવને સમજાય
સત્કર્મનો સંગાથમળે સંબંધીઓનો,એ પરમાત્માની કૃપા કહેવાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને સંબંધ અનેકદેહથી અવનીપર,એ મળેલ દેહથી સમજાય
પશુપક્ષીપ્રાણી માનવદેહ એજ જીવપર કુદરતની લીલા કહેવાય
જીવ નિરાધારદેહથી દુર થાય કૃપાએ,જે માનવદેહ આપી જાય
આગમન વિદાયનો સંબંધ થાય જીવને,એ જન્મમરણથી દેખાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
======================================================

December 7th 2018

કૃપાળુ માતા

.             .કૃપાળુ માતા

તાઃ૭/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવથી પુંજા કરતા જીવનમાં,માતાની અનંતકૃપા મળી જાય
મળેલદેહને કર્મની પાવનરાહ મળે,જીવનમાં સુખશાંંન્તિ મળી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
સવારસાંજને પારખી પુંજન કરતા,માતાજી અનંતઆનંદ આપી જાય
જીવનોસંબંધ કર્મનો અવનીએ,જે દેહ મળતા જીવનેએ સમજાઈ જાય
સમયને પારખી જીવન જીવતા,દેહને સત્કર્મનો સંગાથપણ મળી જાય 
અર્ચનાપુંજન શ્રધ્ધાભાવથી કરતા,માતાની ખુશીનો અનુભવ થઈ જાય 
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
માતાજી પકડે આંગળી સંતાનની,જે પવિત્રભાવે થતી ભક્તિએ સમજાય
શ્રધ્ધાનો સંગ મળે દેહને જીવનમાં,એજ મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપરનો આવન જાવનનો સંબંધ છુટે,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
કર્મની કેડીને માતાનીકૃપા દુરકરે,જીવને જન્મમરણના બંધન છુટી જાય
......એજ અદભુતકૃપા પવિત્રમાતાની,કર્મની પાવનકેડીએ જીવન જીવાય.
======================================================