December 18th 2018

કુદરતની પાવનકેડી

.               .કુદરતની પાવનકેડી          
તાઃ ૧૭/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અજબશક્તિશાળી અવનીપર પરમાત્મા કહેવાય,જીવને પાવનકર્મથી સમજાય
પવિત્રકર્મનો સંગાથ મળે માનવદેહને જન્મથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
કુદરતની પાવનકૃપામળે અવનીપર દેહને,ત્યાં જીવનમાં નાકોઇ અપેક્ષારખાય
નિર્મળ ભાવના સંગે નિખાલસપ્રેમ રાખતા,મળેલદેહને અનંતશાંંન્તિ મળીજાય
ના માગણી કે કોઇમોહ રહે જીવનમાં,જ્યાં પરમાત્માની પાવનકૃપા થઈ જાય
શ્રધ્ધાસંગે સંત જલાસાંઇની ભક્તિ કરતા,જીવને પાવનકર્મની રાહ મળી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
અનંત શક્તિશાળી પરમાત્મા છે જગતપર,જે દેહ ધારણકરી જીવને પ્રેરી જાય
અનેક સ્વરૂપે દેહ ધારણ કર્યોછે પરમાત્માએ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ માનવદેહને આંગળીચીંધે,એજ પરમાત્માની પાવનકૃપા ભક્તિએ મેળવાય
સત્કર્મનો સંગાથ મળે જીવને,જે માનવદેહને જીવનમાં અનુભવ પણ આપી જાય
......સરળ જીવનની રાહ મળી જાય દેહને,જ્યાં નિખાલસ ભાવથી શ્રધ્ધાભક્તિ કરાય.
=================================================================