December 14th 2018

સરળ સંગાથ

.                        .સરળ સંગાથ

તાઃ૧૪/૧૨/૨૦૧૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને જીવનમાં મળે છે સંગાથ,પારખીને મેળવતા જીવને શાંન્તિ થાય
પરમકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહને પાવનકર્મે સુખશાંંન્તિ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
કર્મનોસંબંધ છે દેહને જીવનમાં,જે જીવને અવનીપર આવનજાવન આપીજાય
મળેલદેહ એ કુદરતની કેડી અવનીપર,પશુ પક્ષી માનવ દેહ જીવથી મેળવાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સરળ જીવનનો સંગાથ પણ મળીજાય
મોહ માયાનો સ્પર્શ થતા દેહને જીવનમાં,અનેક તકલીફનો સહવાસ મળી જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
પાવનકર્મ એજ જીવનની રાહ બને,જીવ પર અદભુતકૃપા પરમાત્માની કહેવાય
સરળ જીવનની પાવનકેડી મળતા,જીવને મળેલદેહને સત્કર્મર્ની રાહ મળી જાય
એજ સાચીભક્તિ કહેવાય જીવની,જે દેહને પવિત્રકર્મની પાવનરાહ આપી જાય
જન્મમરણના સંબંધ જીવને કરેલકર્મથી,અવનીપર જીવને અનેકસ્વરૂપ દઈ જાય
......દેહને મળેલ સરળ સંબંધ અવનીએ,જીવનમાં અનંતશાંંન્તિ સંગે સુખ આપી જાય.
=================================================================