December 7th 2013

અંતરની અપેક્ષા

.                 .અંતરની અપેક્ષા      

તાઃ૭/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમય આવતા એ સમજાય
માનવતાની શીતળ કેડી,પવિત્ર ભાવનાએજ મેળવાય
.               ……………………અજબલીલા અવિનાશીની.
અવનીપરનુ  આગમન જીવને,દેહ મળતા જ સમજાય
પશુપક્ષી ને પ્રાણીનો દેહ મળતા,નિરાધાર બની જવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને સાચીરાહ આપી જાય
આર્શીવાદ માબાપના મળતા,જલાસાંઇની ભક્તિ થાય
.              …………………….અજબલીલા અવિનાશીની.
જન્મસાર્થકની રાહમળે જીવે,જ્યાં અંતરની અપેક્ષા હોય
મનમાં રાખતા શ્રધ્ધા સાચી,જીવ સાચી ભક્તિએ દોરાય
નિર્મળ ભાવનાએ પ્રાર્થના કરતાજ,અંતરમાં પ્રેરણા થાય
સરળ જીવનની સીધીરાહે,મળેલ આજન્મસફળ થઈ જાય
.                …………………..અજબલીલા અવિનાશીની.

+++++++++++++++++++++++++++++++++++