મુક્તિની માગણી
. .મુક્તિની માગણી
તાઃ૧૧/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી જગતમાં વ્યાધીએ,જીવનમાં ઝંઝટો મળી જાય
શાંન્તિને શોધવા માનવી,ભક્તિના નામે ભટકતો જાય
. ……………………મળતી જગતમાં વ્યાધીએ.
સરળતાનો ના સાથ રહે,કે નાકોઇ માનવતાય મેળવાય
કળીયુગની કેડીને પકડી ચાલતાં,જગે દેખાવ અડી જાય
મળે માનવદેહ અવનીએ જીવને,જેને પ્રભુકૃપા કહેવાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
. ………………………મળતી જગતમાં વ્યાધીએ.
જીવને બંધન કર્મના જગતમાં,જે જીવને દેહ આપી જાય
સાચી રાહ મળે જ્યાં ભક્તિની,ત્યાં ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવના પકડી ચાલતા,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધાસંગે મુક્તિની માગણીએ,જીવનેપ્રભુકૃપા મળીજાય
. …………………….મળતી જગતમાં વ્યાધીએ.
===================================