ભાગ્યવિધાતા
. ભાગ્યવિધાતા
તાઃ૯/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ ભક્તિની કેડી પકડતા,જીવનમાં નિર્મળતા આવી જાય
મોહમાયાને કળીયુગમાંમુકતા,સાચીરાહ જીવનમાં મળી જાય
. …………………..સરળ ભક્તિની કેડી પકડતા.
કર્મનાબંધન એ જીવની છે કેડી,ના જગતમાં કોઇથીએ તોડાય
લેખ લખનાર જીવના અવનીએ,એને ભાગ્ય વિધાતા કહેવાય
મળેલ જન્મને સાર્થક કરવો,એ સાચી ભક્તિરાહથી જ સહેવાય
અવનીપરની આંટી ઘુંટીને તોડી,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
સુખસાગર છલકાઇજતા જીવનમાં,દુઃખનાડુંગર દુર ફેંકાઇજાય
ભક્તિ સાચી જ્યાં મનથી કરીએ,લખેલ ભાગ્ય જીવનુ બદલાય
કૃપામળે જ્યાં સંતજલાસાંઇની,ત્યાં નાભુતપલીત કોઇ ભટકાય
અંત આવે જ્યાં દેહનો અવનીએ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
####################################