December 15th 2013

કલમની અજબકેડી

.                    . કલમની અજબકેડી

તાઃ૧૫/૧૨/૨૦૧૩                        લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ  હ્યુસ્ટન (ટેક્ષાસ,યુ.એસ.)

ના પહોંચે જ્યાં રવિ જગતમાં,ત્યાં પહોંચે ગુજરાતી કવિ
.           સંધ્યાકાળે રવિ વિદાય લઈલે,કલમ રહે અવનીએ અડી
એવી અજબ કૃપા માતાની,કલમ પકડતા અમને એ મળી
.               એજ અજબકેડી શબ્દની,જગતમાં ગુજરાતીઓથી જ મળી
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
સખત તાપ હોય કે અંધારૂ, ના કલમને એ કદી અડનારૂ
.           કલમ પકડતા જ હાથમાં,એતો આંગળી થકી જ કહેવાનુ
સરળ શબ્દની કેડીએ ચાલતા,માનવ જીવન આ મહેંકાવાનુ
.                 ના મોહમાયાની કાતર અડકે,કે ના આ જીવન વેડફાવાનુ
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
કલમની અજબ છે કેડી નિરાળી,જીવને એ સ્પર્શી જાય
.          અંતરમાં આવેલ વિશ્વાસને,એ કલમથી સમજાઇ જાય
નિર્મળ શબ્દની વહેતી એ ગંગા,પવિત્ર જીવન કરી જાય
.               મુક્તિ જીવને મળતા અવનીથી,શબ્દની ગંગા વહેતી જાય
.                                       ………………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

વિશ્વમેળોના જાન્યુઆરીના માસિક  માટે આ કાવ્ય મોકલેલે છે.)

 

December 13th 2013

प्रेमीज्योत

.                 प्रेमीज्योत

ताः१३/१२/२०१३              प्रदीप ब्रह्मभट्ट

जीवनकी अनेक राहोंमे,सुख दुःख रहेते है साथ
प्रेम भावसे चलते रहेनेसे,हो जाये उज्वल आज
.            ………………जीवनकी अनेक राहोंमे.
अपनोसे ना आशा रखना,ना कोइ अपेक्षा आज
उज्वल जीवन मील जानेसे,प्रभुक्रुपाभी हो साथ
लेकर ज्योतप्रेमकी जीवनमें,मीलजाये सुखधाम
प्यारकी एकमीठी लहेरसे,मील जायेगा सन्मान
.               ……………..जीवनकी अनेक राहोंमे.
मानव देह एक देन है,जो जन्म सफल कर जाय
श्रध्धा और सबुरी समझनेसे,हो जायेंगे भव पार
अपनोसे जब मीलजायेंगे,खुल जाये भक्तिद्वार
ज्योतप्रेमकी एकही जलनेसे,होजाये निर्मलकाम
.              ………………जीवनकी अनेक राहोंमे.

============================

 

December 11th 2013

મુક્તિની માગણી

.                  .મુક્તિની માગણી               

તાઃ૧૧/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જગતમાં વ્યાધીએ,જીવનમાં ઝંઝટો મળી જાય
શાંન્તિને શોધવા માનવી,ભક્તિના નામે ભટકતો જાય
.               ……………………મળતી જગતમાં વ્યાધીએ.
સરળતાનો ના સાથ રહે,કે નાકોઇ માનવતાય મેળવાય
કળીયુગની કેડીને પકડી ચાલતાં,જગે દેખાવ અડી જાય
મળે માનવદેહ અવનીએ જીવને,જેને પ્રભુકૃપા કહેવાય
ઉજ્વળ રાહ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
.           ………………………મળતી જગતમાં વ્યાધીએ.
જીવને બંધન કર્મના જગતમાં,જે જીવને દેહ આપી જાય
સાચી રાહ મળે જ્યાં ભક્તિની,ત્યાં ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવના પકડી ચાલતા,આ જીવન ઉજ્વળ  થાય
શ્રધ્ધાસંગે મુક્તિની માગણીએ,જીવનેપ્રભુકૃપા મળીજાય
.              …………………….મળતી જગતમાં વ્યાધીએ.

===================================

December 10th 2013

વર્ષનો અંત

.                વર્ષનો અંત

તાઃ૧૦/૧૨/૨૦૧૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવાળી ગયે મહીનો થયો,ને આવી ક્રીસમસની ઇવ
મંદીર છોડીને દોડો ચર્ચમાં,એજછે અમેરીકનની રીત
.             …………………….દીવાળી ગયે મહીનો થયો.
મંદીરમાં જઈ દીવા કરો,ને અગરબત્તી સળગાવો જઈ
ઘરમાં ના ભોજન કરશો કંઇ,ખાવાનુ ત્યાં ખાજોને ભઈ
અવસર મળે છે તમને મળવાનો,ના છોડશો એને તઇ
ગુજરાતીઓનો શીતળ સ્નેહ,પકડાઇ જાય છે એ અહીં
.             …………………….દીવાળી ગયે મહીનો થયો.
ગળુ પકડાય તેમ ટાઇ બાંધજો,ને શુટને પહેરજો અહીં
બુટ કાઢવાની કોઇ જરૂર નથી,એ ચર્ચમાં રાખજો ભઈ
ના જરૂર કોઇ દીવા બત્તીની,કે ના ભજન ગાવાની તઇ
મળજો એક બીજાને પ્રેમથી,જ્યાં નિકળો ચર્ચથી ભઈ
.               ……………………ને ક્રીસમસ માણજો ભઈ

.================================

December 9th 2013

ભાગ્યવિધાતા

.                         ભાગ્યવિધાતા                 

તાઃ૯/૧૨/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ ભક્તિની કેડી પકડતા,જીવનમાં નિર્મળતા આવી જાય
મોહમાયાને કળીયુગમાંમુકતા,સાચીરાહ જીવનમાં મળી જાય
.                      …………………..સરળ ભક્તિની કેડી પકડતા.
કર્મનાબંધન એ જીવની છે કેડી,ના જગતમાં કોઇથીએ તોડાય
લેખ લખનાર  જીવના અવનીએ,એને ભાગ્ય વિધાતા કહેવાય
મળેલ જન્મને સાર્થક કરવો,એ સાચી ભક્તિરાહથી જ સહેવાય
અવનીપરની આંટી ઘુંટીને તોડી,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
.                     ……………………સરળ ભક્તિની કેડી પકડતા.
સુખસાગર છલકાઇજતા જીવનમાં,દુઃખનાડુંગર દુર ફેંકાઇજાય
ભક્તિ સાચી જ્યાં મનથી કરીએ,લખેલ ભાગ્ય જીવનુ બદલાય
કૃપામળે જ્યાં સંતજલાસાંઇની,ત્યાં નાભુતપલીત કોઇ ભટકાય
અંત આવે જ્યાં દેહનો અવનીએ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                     ……………………સરળ ભક્તિની કેડી પકડતા.

####################################

 

 

December 8th 2013

સત્યની કેડી

.                  સત્યની કેડી                       

તાઃ૮/૧૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સપનાને સાકાર થતુ  ભાજપ જુએ છે ભઈ
.             ચુંટણીના પરિણામથી આનંદ મળે છે અહીં
પકડી ડૉકી કોંગ્રેસની અંતે રાહ સાચી મળી ગઈ
.       ભારતની ગુલામી સાલ ૨૦૧૪થી બદલાઇ ગઈ
.                                એટલે જ
હરખે છે ગુજરાતીઓ અહીં ભાજપની લપડાક જોઇ
.            વર્ષો વર્ષથી કોંગ્રેસ પ્રજાને લુંટી રહીતી તહીં
ઉંમર વધેલી તોય સત્તા પર બેસી રાજ કરતા ભઈ
.         નાંણા તરફ નજર રાખીને ખુરશી દેતા સૌ જઈ
.                               એટલે જ
કુદરતે અંતે સાચી લાફત મારીને હરાવી દીધા ત્યાં જઇ.

=================================

 

 

December 7th 2013

અંતરની અપેક્ષા

.                 .અંતરની અપેક્ષા      

તાઃ૭/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,સમય આવતા એ સમજાય
માનવતાની શીતળ કેડી,પવિત્ર ભાવનાએજ મેળવાય
.               ……………………અજબલીલા અવિનાશીની.
અવનીપરનુ  આગમન જીવને,દેહ મળતા જ સમજાય
પશુપક્ષી ને પ્રાણીનો દેહ મળતા,નિરાધાર બની જવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને સાચીરાહ આપી જાય
આર્શીવાદ માબાપના મળતા,જલાસાંઇની ભક્તિ થાય
.              …………………….અજબલીલા અવિનાશીની.
જન્મસાર્થકની રાહમળે જીવે,જ્યાં અંતરની અપેક્ષા હોય
મનમાં રાખતા શ્રધ્ધા સાચી,જીવ સાચી ભક્તિએ દોરાય
નિર્મળ ભાવનાએ પ્રાર્થના કરતાજ,અંતરમાં પ્રેરણા થાય
સરળ જીવનની સીધીરાહે,મળેલ આજન્મસફળ થઈ જાય
.                …………………..અજબલીલા અવિનાશીની.

+++++++++++++++++++++++++++++++++++

 

December 5th 2013

સાળંગપુરથી હનુમાન

 

hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                  સાળંગપુરથી હનુમાન

તાઃ૫/૧૨/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાળંગપુરથી આવ્યા હનુમાન,જોઇ ખોટી ભક્તિની રાહ
માનવતાને  નેવે મુકી,દીવે દીવે જનતાને લુંટતા જાય
.                  …………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
સાચી ભક્તિ રાહ શ્રી રામની,ગદા લઈને લંકામાં એ જાય
અજબ શક્તિશાળી રાવણને,નિર્મળ ભક્તિ સમજાવી જાય
ભોળાનાથની કૃપા મેળવી,મા સીતાજીને લંકામાંલઈ જાય
સતયુગમાં જ્યાં કળીયુગનેપકડે,ત્યાંપ્રભુનુ આગમન થાય
.                ……………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગમાં દેખાવની ભક્તિ પકડી,અનેક મંદીરો થઈ જાય
પુંજા પાઠના નામેજ નિર્મળ જીવોને,પકડી મુડીને મેળવાય
ભગવુપહેરી ભડકાવે માનવીને,એજ તેમની સિધ્ધીકહેવાય
જન્મ દેનારી મા ને દુર રાખી,ના તેમનાથી સંયમ સચવાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગની હવાને સમજાવવા,કેદારનાથે ભુકંપ થઈ જાય
ભક્તિ  માર્ગ બતાવતા માનવી,જગતમાં ભીખ માગી  જાય
કુદરતનો જ્યાં કોપ વર્ષે,ત્યાંજ દેખાવના મંદીરો તુટતા જાય
સાળંગપુરથી  હનુમાનજીઆવતા,જીવપર રામનીકૃપા થાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.

++++++++++++++++++++++++++++++++++++

 

December 4th 2013

નિર્મળરાહે ભક્તિ

.              નિર્મળરાહે ભક્તિ

તાઃ૪/૧૨/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ નિર્મળ ભક્તિ,જીવને સદમાર્ગે દોરી જાય
મોહમાયાનાબંધન છુટતા,જીવના કર્મબંધન છુટી જાય
.             …………………..મનથી કરેલ નિર્મળ ભક્તિ.
મળેલ જન્મ જીવને અવનીએ,કર્મની કેડીથી બંધાય
શીતળ જીવન પામી લેવા,નિર્મળ રાહે ભક્તિ કરાય
આવીઆંગણે પ્રેમ મળીરહે,જે મનને શાંન્તિ દઇજાય
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનકર્મ જીવથીથાય
.            ……………………મનથી કરેલ નિર્મળ ભક્તિ.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવ સદકર્મો કરી જાય
ઉજ્વળતાની નિર્મળકેડી મળતા,જીવ મુક્તિએ દોરાય
સતત સ્મરણ જલાસાંઇનુ કરતા,જન્મસફળ થઈ જાય
ભક્તિપ્રેમને પકડીચાલતા,જીવનેકર્મબંધન છોડીજાય
.           …………………….મનથી કરેલ નિર્મળ ભક્તિ.

*********************************

 

December 3rd 2013

શીતળતાનો સંગ

.                   શીતળતાનો સંગ                         

તાઃ૩/૧૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી ઉઠતા,આ જન્મ સફળ થઈ જાય
શીતળતાનો સંગ રાખતા,મળેલ જીવન ઉજ્વળ થાય
.                  ………………….માનવજીવન મહેંકી ઉઠતા.
કર્મની કેડી નિર્મળ બને,જ્યાં સમજીનેજ ડગલુ ભરાય
આવતી કાલનો વિચાર કરતાં,આજને કદીના ભુલાય
મળે જીવને માયા અવનીએ,પ્રભુની કૃપાએજ છુટાય
સમજી વિચારી જીવનજીવતા,નાવ્યાધીઓ અથડાય
.                 …………………..માનવજીવન મહેંકી ઉઠતા.
માનવ દેહ મળે જીવને,જે કર્મના બંધનથી સચવાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં આશીર્વાદ મળીજાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,નિર્મળ જીવન થઈ જાય
જલાસાંઇની એકજ કૃપાએ,અવનીનાબંધન છુટી જાય
.                ……………………માનવજીવન મહેંકી ઉઠતા.

++++++++++++++++++++++++++++++++++

 

« Previous PageNext Page »