December 2nd 2013

સિધ્ધીના સોપાન

.                સિધ્ધીના સોપાન

તાઃ૨/૧૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મોની કેડી પકડતા,જગતમાં મળી જાયછે સન્માન
પાવનરાહને પકડી ચાલતા,મળે છે સિધ્ધીના સોપાન
.                     …………………..સત્કર્મોની કેડી પકડતા.
મળેલ માનવ દેહ અવનીએ,જીવન નિર્મળ એ કરી જાય
સાચીરાહને સમજીચાલતા,મળેલજન્મ સાર્થકપણ થાય
મોહમાયાને દુર રાખતા,કળીયુગથી આ જીવ બચી જાય
જન્મોજન્મના બંધનને છોડવા,જલાસાંઇની ભક્તિ થાય
.                    ……………………સત્કર્મોની કેડી પકડતા.
માગણી મનથી કરતા માયાની,આ જીવન જકડાઇ જાય
નિર્મળ રાહને પામવા કાજે,જીવ જગે અહીં તહીં ભટકાય
ભક્તિની અજબશક્તિ છે જગતમાં,સાચીરાહ આપીજાય
જીવને મળેલ સદમાર્ગ અંતે,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.                    …………………….સત્કર્મોની કેડી પકડતા.

==================================

 

December 1st 2013

નિર્મળ જીવન

.              નિર્મળ જીવન   

તાઃ૧/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મની શીતળ કેડીએ,માનવતા મહેંકી જાય
પાવનરાહ જીવને મળતા,નિર્મળ જીવન થાય
.                ………………..સત્કર્મની શીતળ કેડીએ.
અવનીપરનુ આગમન જીવનું,એ કર્મથી બંધાય
મોહમાયા એ બંધન યુગના,ના કોઇથીય છટકાય
મળેલ જીવન સાર્થક કરવા,પાવન રાહ મેળવાય
અસીમકૃપા પરમાત્માની,જે ભક્તિથી મળી જાય
.              …………………. સત્કર્મની શીતળ કેડીએ.
મારૂતારૂની માયાને મુકતા,આજીવન પવિત્ર થાય
નિર્મળ જીવન જીવને મળતા,સુખશાંન્તિ છલકાય
ભુતકાળને ભુલી જતા,આવતીકાલ સચવાઇ જાય
મળેલ શાંન્તિ જીવને, દેહને મુક્તિ માર્ગે લઈ જાય
.             …………………… સત્કર્મની શીતળ કેડીએ.

=================================

 

« Previous Page