August 26th 2018

કળીયુગની લીલા

.            કળીયુગની લીલા
તાઃ૨૬/૮/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયને ના પકડે કોઇ જગતમાં,જે પરમાત્માની અજબલીલા કહેવાય
અવનીપરનુ આવનજાવન એજ છે બંધન જીવનુ ના કોઇથી છટકાય
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
મળેલ માનવદેહને તો સંબંધ સ્પર્શે,જે થયેલ કર્મથી દેહને આપી જાય
ના કોઇ જીવની તાકાત અવનીપર,કે અવનીપરના યુગથી છટકી જાય
કુદરતની એલીલા અવનીપર,જે સમયના સંગે મળેલદેહને સમજાઈ જાય
કર્મની પવિત્રકેડી મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવનાથી પુંજન થાય
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે મળેલ અનેક દેહના સંબંધથી સમજાય
સતયુગ અને કળીયુગ એસંબંધ અવનીને,જેજીવને અનેકદેહ આપી જાય
જીવનેસંબંધ છે દેહથી અવનીપર,જે જીવને મળેલ જન્મ મરણથી દેખાય
અજબકૃપાળુ પવિત્રજીવો જગતપર,જે પવિત્રદેહ લઈ ભક્તિએ દોરી જાય  
.......કર્મનાબંધન એ જીવને સ્પર્શે,એ કુદરતની કળીયુગની લીલા કહેવાય.
==========================================================