March 7th 2017

સ્નેહાળ પ્રેમ

.                         .સ્નેહાળ પ્રેમ

તાઃ૭/૩/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાંદની રાહની સ્નેહાળ કીરણે,અજબ શાંન્તિ મળી જાય
મનથી મળેલ નિર્મળ પ્રેમ,માનવ જીવનને સ્પર્શી જાય
………પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
કર્મની કેડી એસમયને સ્પર્શે,જે વર્તનથીજ દેખાઈ જાય
નિર્મળ સ્નેહની રાહે જીવતા,સુખશાંન્તિની રાહ મળીજાય
મળેલ માનવદેહને બંધનસ્પર્શે,જે આવનજાવને સમજાય
આવી આંગણે પ્રેમ રહેતા,સગાસંબંધીઓય હરખાઈ જાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.
જ્યોતપ્રેમની સ્પર્શે દેહને,જે નિર્મળ ભક્તિએ મળી જાય
સમયનીકેડી બંધન જીવના,જે માનવીના વર્તને દેખાય
પામતા પ્રેમ જલાસાંઇનો,જીવ મુક્તિ માર્ગ તરફ દોરાય
નાસ્પર્શે કળીયુગનો પ્રેમ,કે નાકોઇ વર્તન પણ અથડાય
……….પરમાત્માની પરમ કૃપાએ,સ્નેહાળ પ્રેમની વર્ષા થાય.

———————————————————-

March 7th 2017

સન્માન પ્રભુનુ

.            .સન્માન પ્રભુનુ   

તાઃ૫/૩/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતની કેડી છે અનેરી,ના કોઇ જીવથીએ સમજાય
માનવજીવન મળે કૃપાએ,જ્યાં પ્રભુને સન્માન થાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
સરળ જીવનએ કૃપા પ્રભુની,ના આફત કોઇ અથડાય
પાવનરાહ મળે જીવને,જ્યાં  જલાસાંઈની કૃપા થાય
ના માગણી નામોહ સ્પર્શે,ના કોઇ અપેક્ષાય અથડાય
મળે માનવતાનીરાહ,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
જીવન એ  બંધન છે દેહના,અવનીએ આગમને દેખાય
કરેલકર્મની જ્યોત સ્પર્શે,જ્યાંસાચીમાનવતા મળીજાય
અજબ શક્તિશાળી અવિનાશી,જીવને અનુભવેસમજાય
........એજ પકડ છે આંગળીની,જે માનવતા મહેંકાવી જાય.
----------------------------------------------------