March 29th 2017

જાગતો રહે

.. Image result for જીવન...
.        .જાગતો રહે    

તાઃ૨૯/૩/૨૦૧૭       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળે જીવને,જે જલાસાંઇની કૃપા કહેવાય
જન્મમૃત્યુ એતો છે સાંકળ કુદરતની,નાકોઇથી છટકાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મળતી માયા એછે કળીયુગના બંધન,આગમને દેખાય
માનવતાની રાહચીંધે જલાસાંઇ,જે મુક્તિમાર્ગ દઈજાય
શીતળતાનો સ્પર્શમળે દેહને,જીવને જાગતો રાખીજાય
મારૂએ મમતા છે તારૂ એ છે પ્રેમ,ના કોઇછે વ્હેમ
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મમતા એ માતાનોપ્રેમ,ને પિતાનોપ્રેમ પાવન કહેવાય
સિધ્ધી વિનાયક દેવ જગતમાં,ગૌરીનંદનથી ઓળખાય
પિતા ભોલેનાથ કૃપાલીધી,ને માતા પાર્વતીને વંદનથાય
નિર્મળજીવન જીવવા દેહને,મળેલ દેહને જાગતો રખાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
==============================================
March 29th 2017

માડી બહુચરા

.....Related image.....
.         .માડી બહુચરા 

તાઃ૨૯/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બહુચરા માડીના દર્શન કરતાં,માતાના પ્રેમે ગરબા ગવાય
નવરાત્રીના આગમને વંદન કરતા,માડીની કૃપા થઈ જાય
.......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
એક તાળીએ માબહુચરાને વંદન,ને બીજીએ માચામુંડાને
દશામાતાને ગરબે વંદતા,માતાની અનંત કૃપા અનુભવાય
મેલડીમા વલાસણથી આવ્યા,ને ખોડીયાર માતાય પુંજાય
મળેમને પ્રેમમાડીનો,જે મારાઘરનુ આંગણુ પાવનકરીજાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
અંબે માની આરતી કરતાં,માતાજી આંગણે આવી જાય
સાચી શ્રધ્ધાએ પુંજન કરતા,માડીની અનેકકૃપાથઈ જાય
નાકોઇ અપેક્ષા દેહનીઅવનીએ,જીવને મુક્તિ મળી જાય
ગરબાના દરેક તાલે માહરખાય,જયાં શ્રધ્ધાએ વંદનથાય
......એ પાવન ચૈત્રી નવરાત્રી આવી,જ્યાં ગરબાની રમઝટ થાય.
=================================================
March 29th 2017

પગે લાગુ માડીને

Related image
.        .પગે લાગુ માડીને 

તાઃ૨૯/૩/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અંતરમાં આનંદ અનેરો,માડી તારા દર્શનથી જ અનુભવાય
મંદીરઆવી પગે લાગતા માડી,તારા રણકાર સંભળાય જાઈ
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
કૃપાની પાવનકેડી મળી મને,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
તાલી એજ તો પ્રેમ છે મારો,જે માડીને વંદન કરાવી જાય
રાસગરબા એ સમયનીકેડી,જે નવરાત્રીએ સૌને મળી જાય
શ્રધ્ધા મારી ને પ્રેમ નિખાલસ,જીવનને એ પાવનકરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
માડી તારા દર્શન કરવા હ્યુસ્ટનમાં,ગરબાની રમઝટ રમાય
કૃપાની પાવનકેડી દેજે સંતાનને,મળેલ જન્મસફળ કરીજાય
ઉજવળજીવન પામી જીવતા,જીવનમાં કર્મપાવન થઈ જાય
ના અપેક્ષા કે વ્હાલના વાદળ વરસે,મુક્તિમાર્ગે દોરી જાય
......ગરબે ઘુમતા તાલી પડતા,તારા આગમન મારે ઘેર થાય.
=================================================
March 29th 2017

પ્રેમસાગર

Related image
.          પ્રેમ સાગર 

 તાઃ૨૯/૩/૨૦૧૭      પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમના સાગરમાં અટવાયોં,ના જીવને કોઇ રાહ મળે
કળીયુગની આકેડી સ્પર્શે,દેખાવની દુનીયા અડીજાય
......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
સરળ જીવનની નિર્મળ રાહ,ના માનવજીવનમાં મળે
આજકાલ નાસમજાય મને,જ્યાં જીવન પ્રસરાઇ જાય
દેખાવની કેડી કપાય કૃપાએ,ત્યાં આજકાલ સમજાય
પુર્વ જન્મના બંધન સ્પર્શે,જીવેન,કર્મબંધને મેળવાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
મળે ના પ્રેમ માગણીએ જીવને,એ અનુભવ કહેવાય
માગણી રાખી અપેક્ષા સ્પર્શતા,જીવન જકડાઇ જાય
સ્પર્શે દેહને દેખાવનો સાગર,જેને પ્રેમસાગર કહેવાય
અડકો દડકો લઈને ઘુમતા,ના પાવનકર્મ કોઈ થાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
===============================================