March 31st 2017

વ્હેલા આવો

Image result for પ્રેમ લાવે
.        .વ્હેલા આવો          

તાઃ૩૦/૩/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વ્હેલા આવશો પ્રેમ લઈને,તો મન મારૂ હરખાશે
સમયની સાંકળ નાછુટે કોઇથી,અનુભવથી દેખાશે
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
લગનીલાગી પ્રેમની તમારી,મારા જીવને શાંંતિ થાય
અગમનિગમની આંટી છોડતા,દેહને રાહ મળી જાય
જીવનની જ્યોત પ્રગટે અવનીએ,નિર્મળરાહે જીવાય
મારૂતારૂના સ્પર્શને છોડતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
નિર્મળ પ્રેમનીગંગા વહે અવનીએ,પાવનરાહે દેખાય
કુદરતની આ પાવનરાહ,ભક્તિમાર્ગથીજ મળી જાય
શ્રધ્ધારાખી જીવન જીવતા,માનવજીવન મહેંકી જાય 
મળેલ કર્મનાબંધન જીવને,જન્મમરણથી બાંધી જાય
.....ભાવના મનથી પવિત્ર રાખતાં,માડીની કૃપા મેળવાશે.
============================================


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment