February 19th 2015

અરૂણોદય

                            અરૂણોદય

તાઃ૭/૭/૧૯૭૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરૂણોદય થયો,અરૂણોદય થયો
નિશા વહી ગઈ,..અરે(૪)..અરૂણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરૂણોદય થયો.(૨)
કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરૂણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરૂણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરૂણોદય થયો
——————————————————————————-
.             .પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક
મહોત્સવમાં રજુથતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં
રજુ થતાં  દ્વીતીય સ્થાન મેળવેલ.

February 19th 2015

મહાશિવરાત્રી

.                       .મહાશિવરાત્રી

તાઃ૧૭/૨/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ્

જગતપિતા શ્રી ભોલેનાથની,આજે મહા શિવરાત્રી ઉજવાય
પ્રેમની પાવનકેડી દેતા પિતાને,આજે શ્રધ્ધાએ વંદન થાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
હરહર ગંગે મહાદેવ સંગે વંદન કરતાં,ભક્તિ ઉજ્વળ થાય
માતા પાર્વતીજીની અસીમકૃપાએ,મળેલ જન્મસાર્થકથાય
કૃપા મળે માબાપની જીવને,જ્યાં શ્રી ગણપતિ પુંજા થાય
ગં ગણપતયે નમઃના સ્મરણે,જીવથી અજબકૃપા મેળવાય
…એવા ગજાનંદના પિતા શ્રી ભોલેનાથની આજે શિવરાત્રી ઉજવાય.
ધુપદીપ સંગે વંદન કરતા,શિવલીંગે દુધથી અર્ચના થાય
પાવનકર્મની કેડી લેવા,પંચામૃતથી પાવનચરણને ધોવાય
રુદ્રાભિશેકની પવિત્ર સેવાએ,જીવનની ઝંઝટોય ભાગી જાય
પવિત્રદીનની સાચીરાહે રહેતા,માતાપિતાનો પ્રેમમળીજાય
…પવિત્ર જીવન ભક્તિએ જીવતા,જીવને અંતે મુક્તિરાહ મળી જાય.
અજબશક્તિધારી પિતા શીવજી,ને માતા પાર્વતીજી પ્રેમાળ
પુત્ર ગજાનંદ છે ભાગ્યવિધાતા,કર્મના બંધનથીજ તેડી જાય
અવનીપરનુ આવન જાવન,જીવને સાચીભક્તિએ મળીજાય
મોહમાયાના સ્પર્શે જીવને.ત્યાંજ સાચી ભક્તિરાહનીકૃપાથાય
…ઑમ નમઃ શિવાયના સ્મરણથી માત્રથી,પિતાની કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++

February 19th 2015

જીવનની સરગમ

.                 .જીવનની સરગમ

તાઃ૭/૭/૧૯૭૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની સરગમ એવી(૨),જાણે ફરતા આ પૈડા
ક્યાં અંત છે એનો કેવો(૨),ક્યારે આવે તેના તેડા
.                                              ………જીવનની સરગમ એવી.
મઝધાર મહી સથવાર નહી,ત્યાં સાથ છે તારો મીઠો(૨)
આ અગનમનિગમના જીવનમાં,સંગાથ મનેછે તારો(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
.                                              ………જીવનની સરગમ એવી.
સંસાર મહી સહવાસ નહીં,ત્યાં મોહમાયા ના અડકે (૨)
નાપ્રેમ મળે નાહાથ સહે,ના જ્યોત જીવનની પ્રગટે(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
.                                              ………જીવનની સરગમ એવી.
======================================