February 19th 2015

અરૂણોદય

                            અરૂણોદય

તાઃ૭/૭/૧૯૭૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરૂણોદય થયો,અરૂણોદય થયો
નિશા વહી ગઈ,..અરે(૪)..અરૂણોદય થયો..(૨)
આકાશ  વાદળથી મુક્ત બની ગયું..(૨)…અરૂણોદય થયો.(૨)
કળીઓ  ખીલી, ફુલ થયા…(૨)રંગ લાલ લાલ થયા
ગીતો  થતાં ,ગુંજનમાંથી…(૨)વરસે કિરણો તારની..(૨)
આકાશ છે  ગુલાલથી,  બની ગયું  વિરાટ  છે…અરૂણોદય થયો
કળા કરે,નૃત્ય કરે…(૨) સમજી શકે જગ તાત જો
આનંદ ભર્યો, જગમાં બધે..(૨)પ્રાણી પશુ સાકાર છે..(૨)
માન્યુ ખરે,વિશ્ર્વાસથી ,આજે થયો આનંદ છે…અરૂણોદય થયો
નરનારી ,કામે લાગ્યા..(૨) ઉમંગથી ઉલ્લાસથી
પ્રભુ કાજે, પ્રેમ જાગે..(૨) બની ગયા સૌ એક છે..(૨)
લાગ્યું મને,આજ કે..(૨)પરદીપ બની દીપી શકું.અરૂણોદય થયો
——————————————————————————-
.             .પ્રસ્તુત કાવ્ય ૧૯૭૬માં ગોપાલજીત ગ્રુપ,આણંદ દ્વારા ખેડા જીલ્લા યુવક
મહોત્સવમાં રજુથતાં પ્રથમ સ્થાન પામેલ અને ત્યારબાદ ગુજરાત રાજ્ય યુવક મહોત્સવમાં
રજુ થતાં  દ્વીતીય સ્થાન મેળવેલ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment