February 6th 2015

પ્રેમની પપુડી

.                  . પ્રેમની પપુડી 

તાઃ૬/૨/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગી આ દુનીયામાં ભઈ,પ્રેમની પપુડી વાગતી જાય
સરળ જીવન જીવવાને કાજે,નામળતા પ્રેમથી હરખાવાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.  
મળે માબાપનો પ્રેમસંતાનને,જેમળેલ જન્મસફળ કરીજાય
આંગળી પકડી પરમાત્માની ચાલતા,કર્મ સફળ થઈ જાય
આવતી આફતને આંબી લેવા,સંત જલાસાંઇની પુંજા થાય
સાચી ભક્તિરાહ પકડતા,આવતી પ્રેમની પપુડી ભાગીજાય
……………એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.  
લઘરવઘર કળીયુગી જીવન,ના કોઇ સંતસાધુથીય છટકાય
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પાવનકર્મ જીવથી થાય
સાચાપ્રેમની વર્ષાએ,જીવપરઆવતી વ્યાધીઓ ભાગીજાય
ના પપુડી ખોટા પ્રેમની વાગે,કે નાકળીયુગી રાહ મળીજાય
…………..એજ સાચી સમજણ કળીયુગમાં,જે શ્રધ્ધાએ સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++