February 20th 2015

સંતાન સ્નેહ

.                     .સંતાન સ્નેહ

તાઃ૨૦/૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાનો સંગ થઈ જાય
પામી પ્રેમ માબાપનો જીવતા,પાવનરાહ જીવનમાંમળી જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
જન્મ મળે જીવને અવનીએ,જે માબાપનો સાચો પ્રેમ કહેવાય
સંતાન બની ને સંગે રહેતા જીવને,માબાપનો પ્રેમ મળી જાય
મન કર્મ વચનને સાચવી જીવતા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
અપેક્ષાના વાદળને આંબતા,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
લેખ લખેલ છે કર્મનુ બંધન,જે જીવના જન્મ મરણથી બંધાય
અવનીપરનુ આગમન છે બંધન,જે નિર્મળભક્તિએ છુટી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,પરમાત્માની અસીમકૃપા થઈ જાય
પરમપ્રેમની સાંકળ પકડાતા,માબાપને સંતાનસ્નેહ મળીજાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.

==================================