July 24th 2020

જન્મ દીવસ

.             .જન્મદીવસ  

તાઃ૨૪/૭/૨૦૨૦   (જુલાઈ ૨૪)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકર્મની રાહ પકડીને ચાલતા,અતુલકુમારનો જન્મ દીવસ ઉજવાય
માતાપિતાનો જીવનમાં પ્રેમ મળ્યો,જે પવિત્રકર્મનો સંગાથ આપી જાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઈ આફત અડતી જાય.
જીવનસંગીની બની પ્રેમાળ દક્ષા,પાળજથી માબાપનીએ કૃપા થઈ ગઈ
સરળજીવનની રાહે જીવતા,સંસ્કાર સાચવીચાલતા પાવનરાહ મળી જાય
કુળને પવિત્ર રાહે લઈ જવા,પરમાત્માકૃપાએ કિશનને સંતાન કરી જાય
પવિત્રપ્રેમના સંગાથે જીવતા,કુટુંબમાં બંસરી,પ્રિયા દીકરીઓ જન્મીજાય
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
સત્કર્મનો સંગાથ મળ્યો આશીર્વાદથી,જે અનેકરાહે સફળતાજ આપી જાય
ના મોહમાયાનો સાથ રહે,કે નાકોઇજ અપેક્ષા પણ જીવનમાં કદી રખાય
મળેલ માનવ જન્મને સફળ કર્યો,જ્યાં સતકર્મની રાહને જીવનમાં પકડાય
સંત જલારામને પ્રાર્થનાકરે પ્રદીપરમા,અતુલકુમારને દુર્ઘાયુ જીવન મળીજાય 
.....એજ જીવનમાં સુખશાંંતિનો સાથ આપી જાય,નાકોઇ આફત અડતી જાય.
=============================================================
    અમારા પવિત્ર સંબંધી શ્રી અતુલકુમારનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે
પુજ્ય જલારામબાપાને પ્રાર્થના કરી પરમાત્મા તેમને તનમનધનથી શાંંતિ આપી
દીર્ઘાયુ જીવન આપે તે અમારી વંદન સહિત વિનંતી.
  લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના જય જલારામ
=============================================================