July 21st 2020

પવિત્ર રાહ

              
                     પવિત્ર રાહ    
તાઃ૨૨/૭/૨૦૨૦      (જન્મદીવસને વંદન)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના જગતમાં કોઇથી ઉંમરને પકડાય,કે ના કોઇથીય તેનાથી છટકાય
સાહિત્ય સરીતાને ગંગા નદીની રાહે ચલાવવા પાવનકર્મ પકડીને જાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
પરમકૃપા અમારા બેનપર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
મા સરસ્વતીની કૃપા લઈને આવ્યા,રાહદેવા સરીતાના પ્રમુખ થઈજાય 
પાવનરાહે આંગળી ચીંધતા અમારા બેનનો,આજે જન્મદીવસ ઉજવાય
જીવનસંગીની એ બન્યા શ્રી પ્રશાંંતભાઈના,કલમપ્રેમીઓને આનંદ થાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
મળેલદેહને સદમાર્ગે દોરી ચાલતા,જીવનમાં અનેકરાહે સન્માન મળીજાય
ઉજવળ જીવનનીરાહ મળેલ દેહને,કલમની પકડેલ રાહથી સૌને દેખાય
અનંતપ્રેમ મળ્યો માતાનો પ્રદીપને,જે શૈલાબેનને કલમથી અપાઈ જાય
જન્મદીવસને વંદનકરતા મળેલદેહના,જીવને પરમાત્માની કૃપા મળીજાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
================================================================
      અમારા હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાનો 
આજે તાઃ૨૨ના રોજ જન્મદીવસ છે તે નિમીત્તે માતા સરસ્વતીની કૃપાનો સાથ રહે અને
સાહિત્ય પ્રેમીઓને તેમનો પ્રેમ મળે તે પ્રાર્થના સહિત ગુ.સા.સરિતાના સભ્યો સહિત 
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના હેપ્પી બર્થડે અને જય જલારામ.