August 22nd 2020

જય શ્રી રામ

ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો હતો ...

.                           .  શ્રી જય રામ

તાઃ૨૨/૮/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રધર્મની પાવનરાહે ચાલતા,રાજા દશરથના એ વ્હાલાસંતાન કહેવાય
અયોધ્યામાં જન્મ લીધો અવનીપર,સંસારમાં પવિત્રજીવનસંગે ચાલી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
અવનીપરના દેહને શ્રી રામ સંગે,સંસારમાં લક્ષ્મણ,ભરત,શત્રુધ્ન મેળવાય
સમય સમઝીને ચાલતા પરમાત્મા,એ લીધેલદેહને ભગવાન શ્રીરામ કહેવાય
માનવદેહ મળતા જીવને કર્મના બંધન,સમયસંગે જીવનમાં એ સ્પર્શી જાય
રામ લક્ષ્મણના એ મળેલદેહને,કુટુંબમાં રાજા દશરથના એ સંતાન કહેવાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
પત્ની સીતાબેનનો જીવ પણ પવિત્ર હતો,જે પતિસંગે જીવનસંગીની થાય
પતિસંગે રહી ચાલતા જીવનમાં,રાજારાવણથી એને રામથી ભગાડી જવાય
લંકામાં પકડીલાવતા સીતાજીને,પરમશક્તિશાળી હનુમાનથી તેમને શોધાય
સમયને પકડતા રાજા રાવણના અભિમાનને,હનુમાન લંકાનુ દહનકરી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
==================================================================

 

August 22nd 2020

બજરંગબલી

        દરરોજ રાત્રે કરો શ્રી રામ ભગવાને ...
.              .બજરંગબલી   

તાઃ૨૨/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

બજરંગબલી બળવાન જગતમાં,રામના ભક્ત હનુમાનથીય ઓળખાય
પાવનકર્મના સંગની સાથે રહેતા,આકાશમાં ઉડી લંકામાં પહોંચી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
શનિદેવના પવિત્ર દીવસ શનીવારે,અંતરથી હનુમાનજીને વંદન કરાય
અજબ શક્તિશાળી હનુમાનનો જન્મ,માતા અંજલીબેનથીજ મેળવાય
પાવનજીવની રાહે જીવતા અંજનીબેનને,પવિત્ર પવનદેવનો પ્રેમ મળ્યો
માતાપિતાની પહેંચાન જગતપર,પવિત્રપ્રેમાળ ભક્તિનીરાહ આપી જાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
જયજયજય હનુમાન બોલતા,મેલી શક્તિને ગદા વાગતાજ નાશી જાય
પરમાત્મા શ્રી રામના એવ્હાલા ભક્ત બનતા,રાજા રાવણનુ દહન થાય
ભોલેનાથના ભક્ત શ્રીરાવણ દુષ્કર્મ કરી,પવિત્ર સીતાબેનને ઉઠાઇ જાય 
બજરંગબલી અજબશક્તિ કહેવાય,જે જગતમાં પવિત્રરાહભક્ત કહેવાય
.....જગતપર માતા સીતાની શોધ કરી,શ્રીરામ,લક્ષ્મણ,ભારતનો પ્રેમ મેળવી જાય.
===============================================================