August 6th 2020

જીવની સમઝણ

.            .જીવની સમઝણ   
તાઃ૬/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,જગતપર ના કોઈથીય સમજાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જીવને દેહ મળતા સમજાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે દેહ મળતા જીવને સમજાય
મળેલમાનવદેહને સંગાથ મળે,જ્યાં નિખાલસતાથી ભક્તિથાય
પાવનકર્મની રાહ મળે જીવને,જે દેહને સદમાર્ગે જ પ્રેરી જાય
ના મોહમાયાનો કોઇ સ્પર્શ થાય,કે નાકોઇ અપેક્ષાય રખાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
સદકર્મની પાવનરાહ મળેદેહને,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
જીવને સંબંધ છે કર્મનો જે દેહને,સગાસંબંધીથી સ્પર્શી જાય
ક્યારે દેહ લઈ આવશો ને ક્યારે અવનીપરથી વિદાય લેવાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિકરતા,સુખશાંંતિ મળી જાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
=====================================================