August 30th 2020

મહાવીર હનુમાન

++મહાબલી બજરંગબલીજીએ પોતે લખ્યું છે આ રાશિનું નસીબ, ભૂલથી પણ ના લેતા પંગો | vanchvajevu++
.      .મહાવીર હનુમાન           

તાઃ૩૦/૮/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,એ મહાશક્તિશાળી થઈજાય
પાવનરાહે જીવન જીવવા અવનીપર,પિતા પવનદેવની કૃપા થાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
સંતાનને આશિર્વાદ મળે માબાપના,જે પવિત્રશક્તિ પામી જાય
અજબ શક્તિશાળી એ હતા,જે પવિત્ર દેહને સાથ આપી જાય
હનુમાજીના નામને પાવન કરે,જ્યાં શ્રી રામસીતાની સેવા થાય
લક્ષ્મણના દેહને જાગૃતકરવા,શક્તિથી મહાનપર્વતને લાવી જાય 
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
પરમશક્તિની કેડીમળી વ્હાલા હનુમાનને,જ્યાં માતાનીકૃપાથાય
ભક્તિના સાગરને વહેડાવતા રહ્યા,જયાં શ્રી રામને લંકા લવાય
સીતાજીને પતિ શ્રીરામથી જ,રાજા રાવણથી દુર ભગાડી જવાય
મહાવીર હનુમાનજી રામને મદદ કરતા,લંકાનુ એ દહન કરીજાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
========================================================

 

August 30th 2020

વ્હાલા સાંઇબાબા

***શિરડીવાળાં શ્રી સાંઈબાબા***
.           .વ્હાલા સાંઇબાબા  

તાઃ૩૦/૮/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળ્યો પવિત્રપ્રેમ પ્રદીપને બાબાનો,સંસારમાં સુખશાંંતિ મળી જાય
પાવનરાહની આંગળી ચીંધી આવીને,જે અજબકૃપા તેમની કહેવાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
નિર્મળજીવનની રાહ મળશે જીવનમાં,જ્યાં વ્હાલા સાંઇની કૃપા થઈ
પ્રેમઆપ્યો અમને કુટુંબમાં વ્હાલથી,જેનો અનુભવ અમને થઈ જાય
શાંંતિનોસંગાથ મળ્યો બાબાનીકૃપાએ,જે અનેકરીતે અમને મળીજાય
પુજ્ય સાંઇબાબાનો અત્યંત વ્હાલપ્રદીપને,કુળને પાવન એ કરી જાય
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
ભજનભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં,જે પાવનરાહે જ પ્રેરણા થાય 
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ઘરમાં,વ્હાલા બાબાનો પ્રેમ પણ મેળવાય
આંગળી ચીંધે પાવનરાહની અમને,જે પવિત્રપ્રેમ મળતા અમને દેખાય
પવિત્રગંગા વહેવડાવી જીવનમાં,જે અંતે જીવને મુક્તિમાર્ગ આપી જાય 
.....એવા અમારા વ્હાલા સાંઇબાબાને,આંગણે જોતા શ્રધ્ધાથી વંદન કરાય.
***********************************************************