August 27th 2020

સંત જલાસાંઈ

           
.               .સંત જલાસાંઈ             

તાઃ૨૭/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રસંતોનો સહવાસ મળે જીવને,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન કરાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં સંત જલાસાંઈને વંદન થાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
ગુજરાતની પવિત્ર ધરતી છે,જ્યા પવિત્રભાવે પાવનદેહથી જન્મી જાય
વિરપુર ગામના ઠક્કર પરિવારમાં,પરમકૃપાએ જલારામથી ઓળખાય
રાજબાઈ માતાના એજ દીકરા હતા,અને પિતા પ્રધાનઠક્કર કહેવાય 
માનવજીવનની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં અન્નદાન જીવોને પ્રેમે દેવાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
મળેલ માનવદેહને ના સંબંધ કોઇનો,જે સંસારમાં પ્રેરણા આપિ જાય
પવિત્રભુમી શેરડીની ભારતમાં,જ્યાં પાવનરાહે સાંઇબાબા આવી જાય
જીવને મળેલદેહને સંબંધમાનવતાનો,જે શ્રધ્ધાસબુરીથી જીવને પ્રેરીજાય
સંત સાંઈબાબાની પ્રેરણામળે,ના હિંદુમુસ્લીમની ખોટી ઓળખાણથાય
.....જગતમાં પવિત્રદેહ લીધો વિરપુરમાં,ને પવિત્રદેહ શેરડીમાં પણ લેવાય.
==========================================================