August 4th 2020

ગજાનંદજી

 રજની શાહ - Author on ShareChat - GOOD NATURE IS MY LIFE
.             . ગજાનંદજી              
તાઃ૪/૮/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્ર પહેચાન જગતમાં પિતા ભોલેનાથ અને માતા પાર્વતીના સંતાનની
નિર્મળ ભાવનાથી જીવનજીવતા અવનીપર,રિધ્ધીસિધ્ધીના પતિય કહેવાય 
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
અજબ શક્તિશાળી દેવ ભોલેનાથ છે,એજ શંકર ભગવાનથીય ઓળખાય
એ પાર્વતીના પતિદેવ છે,જે અવનીપર પરમ નિખાલસપ્રેમ વરસાવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગાએ વહાવીજાય,એ ગણપતિના પિતા કહેવાય
એવા વ્હાલાભોલેનાથ અવનીપર,જેમના પ્રેમથીપુત્ર કાર્તિકપણ જન્મી જાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
હિંદુ ધર્મમાંજ પાવનરાહ મળી પ્રભુકૃપાએ,જે ધર્મભક્તિની રાહ આપી જાય
શ્રધ્ધાભાવથી ભોલેનાથની ભક્તિ કરતા,વ્હાલા ગજાનંદગણેશની કૃપા થાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં રિધ્ધિ સિધ્ધીનો કૃપા મળી જાય
જન્મમરણનો સંબંધજીવને અવનીપર,ગણેશજીનીકૃપા જીવને મુક્તિઆપીજાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
================================================================