August 3rd 2020

રાખડીનો પ્રેમ

.            .રાખડીનો પ્રેમ   
તાઃ૩/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભાઈબહેનના પ્રેમની સાંકળ,રાખડીના બંધનથીજ બંધાઈ જાય
પાવનપર્વની રાહ જીવનમાં જોતા,રક્ષાબંધનના પ્રસંગેજ પકડાય 
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
બહેનના પ્રેમને નાકોઈ આંબે,કે ના ભાઈની કોઇ અપેક્ષા હોય
આવીબારણે ભાઈરવિ રાહજુએ,પ્રેમપકડી બેનદિપલ આવીજાય
રક્ષાબંધનનો પ્રેમ આપવા જીવનમાં,સમય પકડીને આવી જાય
એજ વ્હાલની આ પાવનરાહ,જે કુદરત સમયસંગે આપી જાય
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
પવિત્ર શ્રાવણ માસની કેડી,હિંન્દુ ધર્મમાં પરમાત્માથીજ અપાય
સુખશાંંતિની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન થાય
હાથપર પ્રેમથી દીપલે રાખડીબાંધી,રવિને કંકુનોચાંલ્લો કરીજાય
મળે આશીર્વાદ બેન સંગે જમાઇના,જે રવિપર રામકૃપા કહેવાય
....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
=======================================================
     રક્ષાબંધનના પવિત્ર દીવસે ચી.દીપલ અને ચી.રવિને યાદગીરી આ
કાવ્ય સપ્રેમ પપ્પા તરફથી તાઃ૩/૮/૨૦૨૦ સોમવારના રોજ ભેંટ.
=======================================================