August 17th 2020

જાગતા રહેવુ

.            .જાગતા રહેવુ    

તાઃ૧૭/૮/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેવને,જીવનમાં સમય સંગે ચાલીને જીવાય
કર્મનીકેડી એજ સંબંધ છે જીવનો,જે પ્રભુકૃપાએ સમજાઈ જાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
સુર્યદેવના ઉદય અસ્તની કૃપાએ,દુનીયામાં સવારસાંજ મેળવાય
મળેલદેહને નાકોઇજ અપેક્ષા રખાય,કે નાસમયથી દુર રહેવાય
માનવ જીવનમાં સમજણનો સંગાથ મળે,જે સદમાર્ગે લઈ જાય
આવનજાવનનો સંબંધ જીવને,જાગતા રહેતા જીવનપાવન થાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
કુદરતની આલીલા છે અવનીપર,દુનીયામાં ના કોઇથી છટકાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં પ્રભુકૃપાથી પાવનરાહે જીવાય
માગણી અપેક્ષાનો ના સાથ રહે,એજ ઉજવળ રાહથી મેળવાય
થયેકકર્મના સંબંધથીજ દેહને,પરિવારમાં આશિર્વાદે જ સમજાય 
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
=======================================================