August 26th 2020

રાધાષ્ટમી

    
.                 .રાધાષ્ટમી   

તાઃ૨૬/૮/૨૦૨૦   (ભાદરવાસુદ આઠમ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રભુમી ભારત છે જગતમાં,જે ગુજરાતીઓની કલમથી ચીંધાય
પાવનરાહથી જીવન જીવતા,સમયસંગે પ્રસંગોથી એ સમજાઈ જાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
સૌથી વ્હાલા શ્રી કૃષ્ણછે ભારતમાં,જેમને દ્વારકામાંય પ્રેમ મળી જાય
ગોવાળીયાની ઓળખાણ જગતમાં,અનેક ગોપીઓનો સંગાથ મેળવાય
રાધીકાનો નીખાલસ પ્રેમ મળે શ્રીકૃષ્ણને,જે અનેકના પાવનપ્રેમે દેખાય 
સહેલીયોને ચીંધેએ આંગળી મથુરામાં,જેથી તેમનો જન્મદીવસ ઉજવાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
આગમન વિદાયનો સંબંધ છે જીવને,જે જન્મમરણના સંબંધથી દેખાય
પરમાત્માની પાવનકૃપાથી દેહ મળ્યો,એ ભગવાન શ્રીકૃષ્ણથી ઓળખાય
સંગ મળ્યો ભગવાનનો રાધીકાજીને,જે ગોકુળમાં દાંડીયારાસ રમાડી જાય
પવિત્રદેહ મળ્યો ભાદરવા સુદ આઠમે,જે પવિત્ર રાધાષ્ટમીથીજ ઉજવાય 
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++