August 22nd 2020

જય શ્રી રામ

ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો હતો ...

.                           .  શ્રી જય રામ

તાઃ૨૨/૮/૨૦૨૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રધર્મની પાવનરાહે ચાલતા,રાજા દશરથના એ વ્હાલાસંતાન કહેવાય
અયોધ્યામાં જન્મ લીધો અવનીપર,સંસારમાં પવિત્રજીવનસંગે ચાલી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
અવનીપરના દેહને શ્રી રામ સંગે,સંસારમાં લક્ષ્મણ,ભરત,શત્રુધ્ન મેળવાય
સમય સમઝીને ચાલતા પરમાત્મા,એ લીધેલદેહને ભગવાન શ્રીરામ કહેવાય
માનવદેહ મળતા જીવને કર્મના બંધન,સમયસંગે જીવનમાં એ સ્પર્શી જાય
રામ લક્ષ્મણના એ મળેલદેહને,કુટુંબમાં રાજા દશરથના એ સંતાન કહેવાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
પત્ની સીતાબેનનો જીવ પણ પવિત્ર હતો,જે પતિસંગે જીવનસંગીની થાય
પતિસંગે રહી ચાલતા જીવનમાં,રાજારાવણથી એને રામથી ભગાડી જવાય
લંકામાં પકડીલાવતા સીતાજીને,પરમશક્તિશાળી હનુમાનથી તેમને શોધાય
સમયને પકડતા રાજા રાવણના અભિમાનને,હનુમાન લંકાનુ દહનકરી જાય
.....એ પવિત્રદેહને જગતમાં શ્રીરામ નામ સંગે,વ્હાલા જય શ્રીસીતારામ પણ કહેવાય.
==================================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment