March 26th 2008

જાણી લેવું

                                      જાણી લેવું

પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                હ્યુસ્ટન

ભણતર એ જીવનનું ચણતર છે તે જાણી લેવું
કરેલાકર્મનો બદલો અહીંજમળેછેતે જાણી લેવું
                દરજીને ત્યાં જઈ મિત્રની દુશ્મનાવટ જાણી લેવી
               સંસારીને ત્યાં જઈ સંસારની ઘટમાળ જાણી લેવી
સીંધીનેત્યાં જઈપત્થરનેપામવાની રીતજાણી લેવી
ગુજરાતીથીએકબીજાનેપારખવાની રીતજાણી લેવી
                યુવાનીમાં પ્રવેશેલા સંતાનના વિચારોજાણી લેવા
                 કરેલા  સતકર્મો  મિથ્યા નથી જતા  તે જાણી લેવું
સાચો પ્રેમનેમાયા ગમે ત્યારે જણાશે તે જાણી લેવુ
પંખીનું ઉડવું ને પ્રેમીનોપ્રેમ બન્ને સરખાતેજાણીલેવું
                માટી ની આ કાયા માટીમાં મળશે તે જાણી લેવું
               પરોપકારમાટેનોપ્રકાશતે પરદીપ છેતે જાણી લેવુ
સ્વાર્થીસ્નેહ નેદરીયાનું મોજુ સરખાછે તે જાણી લેવું
મળેલામનનેતન એ જીવનની ઝંઝટછેતે જાણી લેવું
               જન્મ મળ્યો છે તેનું મૃત્યું નિશ્ચિતછે તે જાણી લેવુ
              પરમાત્મા એકજ છે નામો અનેક છે તે જાણી લેવુ
સતકર્મો એજ જીવનનું સાચુ ભાથુ છે તે જાણી લેવુ
કુકર્મો એ જ ભુમીનો બોજ વધારે છે તે જાણી લેવુ

**********##########**********##########