March 23rd 2008

ઓ દીલની રાણી

……………………………..ઓ દીલની રાણી
૧૭/૩/૦૮………………………અમદાવાદ………………………….સોમવાર

તારી ચાલ શરાબી,તારા ગાલગુલાબી;તારા ઠુમકાનો નહીંપાર..(૨)
મારા મનની રાણી,તું ક્યાં છે હાલી, તારા નખરા અપરંપાર
…………………………………………………………..……. ઓ દીલની રાણી
મારું મનડું લોભે,તારુ તનડું જોઇ,મારી તેજ થાય છે ચાલ ..(૨)
તું બનજે મારી,મારા દીલની રાણી,મારી જીંદગી છે કુરબાન
…………………………………………………………………. ઓ દીલની રાણી
તું આજે મળી છે,તું કાલે મળજે, છોડજે જુઠા જગ દેખાવ ..(૨)
મેં મનથી માની,મારી જીવનદોરી,તું પકડી ચાલજે હાથ.
…………………………………………………………………. ઓ દીલની રાણી
*******************************************

March 23rd 2008

રામની માયા.

……………………………રામની માયા.
તાઃ૧૭-૩-૦૮……………….અમદાવાદ…………………સોમવાર

રામની માયા લાગીમને ભઇ,કામ નથી કોઇ બીજુ
જીવતા જન્મ સફળ કરવાનું, વચન લઇ મેં લીધું
……………………………………………..……ભઇ રામની માયા
કાજળજેવી રાત હતી જ્યાં,સુરજ ઉગતાં કિલ્લોલ થયો
મનમાં રામશ્યામનું રટણ થતાં,મુક્તિનો સંદેશ મળ્યો
……………………………………………..……ભઇ રામની માયા
તારલીયા ટમટમતાં જોઇને, વ્યાકુળ મનડું ફરતું ઘણુ
ટહુકાર થયોજ્યાં કોયલનો,આકાશે અજવાળુંચોમેર થયું
………………………………………….…….…ભઇ રામની માયા
ભક્તિમાં જ્યાંપ્રદીપ મુંઝાયો,રમા તણો સથવાર મળ્યો
દીપલનિશીતનોપ્રેમ જોતાં,ભાઇ રવિએજલાનોઅણસારદીઠો.
…………………………………………..……ભઇ રામની માયા
——————————————–—————————