March 28th 2008

કુદરત

                                      કુદરત
ઑગસ્ટ ૨૦૦૧                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરત તણા એ ખેલને પામી શક્યુ છે કોણ એ
                      એક હાથે ખુશહાલ છે જે બીજે હાથે નેક છે
જોર શોર કરી કરીને પામી શક્યો ના વૉટ એક
                  પામ્યો શિકસ્ત જ્યારે એકહે કુદરતનો ખેલ એ
નેકી સાથ સાથ છે બંદો તુ બને જો કુદરતનો
                    ધરમ તારો માનવનો માનવીને જોતો છેકથી
હાથ તારો માગે કોઇ દેજે સહારો તારા હાથનો
                કુદરતનો એ નિયમ એક બીજો હાથ થામે તારો
જનમસફળ મળશે તને કરજે સારા કામ નેકીથી
                   સફળ જીવન છે પ્રદીપનુ કુદરતની એક ટેકથી
બંદો થઇ બંદગી કરે ફરજ તારી તે જ છે
                    મહેનતથી જે કામ કરે ઇશ્વર તારી નજદીક છે
તનમન તારા ચોખ્ખા રાખી કરજે ગમેતે કામને
                       કુદરત તારી સાથે છે કેમ કે બંદો તુ નેક છે
વળગી રહેશે તુ કામને સમય થોડો લાગશે
                       મળશે સફળતા તને થોડા કઠીન કાળ પછી
સકળ જગતને આશ છે ઇશ્વર સૌની સાથ છે
                   ભ્રમ જગતને ખોટો છે નેકીવગર એ અળગો છે
માનવ માનવમાં વેર છે એવું જગતમાં કેમ છે
                    સૃષ્ટિ એ તો કુદરત છે બાકી જગતને વ્હેમ છે
જનમ મળ્યો તને માનવનો એતો રહીમનીમહેર છે
                  બાકી જીવો છે ઘણા તેની જગતમાં ક્યાં ખોટ છે
પ્રેમ કરીશ તું પ્રાણીને પાછળ પાછળ તે ફરે
                ચાહત માનવીની મળે માનવી માનવીનેચાહે તો

**************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment