August 7th 2012

સત્કર્મની કેડી

.                   .સત્કર્મની કેડી

તાઃ૭/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવદેહ અવનીએ,જીવને રાહત મળી ગઈ
સાચી રાહ પકડીને ચાલતાં,સત્કર્મની કેડી મળી ગઈ
.                    …………………મળતા માનવદેહ અવનીએ.
શ્રધ્ધાની જ્યાં સમજ પડે,ત્યાં મોહમાયા છુટતાં અહીં
સાચી રાહને પકડી લેતાં જ,કૃપા શ્રીજલાસાંઇની થઈ
માનઅપમાનના બંધનછુટતાં,જીવનેશાંન્તિ મળીગઈ
નિર્મળજીવનની ચાલમળતાં,અભિમાનથી મુક્તિ થઈ
.                     ………………..મળતા માનવદેહ અવનીએ.
વાણી વર્તન સચવાઇ જાય,જ્યાં મનથી ભક્તિ થાય
જીવથીજ્યોત પ્રેમનીપ્રકટે,ત્યાં સરળજીવન થઇ જાય
સિધ્ધીના સોપાન મળતાં જીવને,જન્મ સાર્થક દેખાય
પૃથ્વીપરનાઆગમનેજીવથી,સત્કર્મની કેડીને પકડાય
.                  …………………  મળતા માનવદેહ અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++