August 20th 2012

પ્રેમથી પધરામણી

.                     પ્રેમથી પધરામણી

તાઃ૨૦/૮/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં પ્રેમનો સંગ રખાય
નિર્મળતાના વાદળવરસે,જ્યાં પધરામણી પ્રેમે થાય
.                   …………………ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મનને શાંન્તિ અતુટ મળતી,ને પ્રભાત પણ ઉજ્વળ થાય
સુખ શાંન્તિને સ્નેહનીસાંકળ જીવને,મળી જાય પણઆજ
પ્રેમની કેડી છે અતુટ અનેરી ,આપના આગમને સમજાય
સરળતાની ભાવના મળતા,દેહને ના મોહમાયા અથડાય
.                 …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મુક્તિકેરો માર્ગ મળતાજીવને,લોભલાભ પણ છટકી જાય
સત્કર્મની રાહ બતાવી જીવને,ભવસાગરથીય  બચાવાય
આંગણે આવી રાહ હું  જોતો,પધરામણી પ્રેમથી કરાવાય
નિર્મળ જીવનમાં આશીર્વાદ મળતાં,જીવને  શાંન્તિ થાય
.                 …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.

======================================