August 14th 2012

કલમ કે કાતર

.                       કલમ કે કાતર

તાઃ૧૪/૮/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમની કેડી ના કાતર જેવી,કે સૌને એ કાપીજાય
સરળતાથીસમજી ચાલતી,સૌને પ્રેમએ આપી જાય
.                 ……………………કલમની કેડી ના કાતર જેવી.
મનને માયા વિચારથી મળતાં,અનેક સ્વરૂપે વંચાય
કાચી સમજણ હોય ભલે,નિર્મળ પ્રેમથી જ એ સંધાય
આવીઆંગણે પ્રેમમળે સૌનો,જે સરળતાએ સમજાય
પ્રેમભાવની શીતળકેડીએ,આવેલ અંતર સૌ હરખાય
.                   ……………………કલમની કેડી ના કાતર જેવી.
પ્રભાતની પહેલી કિરણને માણી,જ્યાં કલમે પકડાય
ઉમંગઆવી મળતાજીવે,કલમધારીને હૈયે વસી જાય
શબ્દની સરળકેડીને લેતાં,પાવન શબ્દની વર્ષા થાય
હૈયેઆવી આનંદ વસી જાય,જ્યાં આંખોથી એ વંચાય
.                  …………………….કલમની કેડી ના કાતર જેવી.
કાતરનીકેડી નથી અનોખી,એતો જ્યાંત્યાં સૌનેદેખાય
સરળતાની કેડી છે એવી,કે ના કોઇનેય એ છોડી જાય
હાથપકડી ચાલતાં પ્રેમે,કાતર આવીને એ કાપી જાય
વિરહની કેડી વાંકી મળતાં,જીવ અહીંતહીં ભટકીજાય
.                   ……………………કલમની કેડી ના કાતર જેવી.

++++++++========+++++++++========