August 17th 2012

માડીના ચરણે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                .માડીના ચરણે

તાઃ૧૭/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબે તારા ચરણે નમતા,મારું હૈયુ ખુબ જ હરખાય
આશીર્વાદની કૃપા મેળવતાં,મારું જીવન ઉજ્વળ થાય
.                …………………..મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિનો સંગાથ મળતાં,જીવનમાં  અતુટ શાંન્તિ થાય
આજકાલની વ્યાધી છુટતાં,માનો પ્રેમ સદા મળી જાય
નિર્મળભાવના સંગેરાખતાં,માડી ગુણલા તારા ગવાય
કૃપા પામતા મા જીવનમાં,સર્વ સુખ આવી મળી જાય
.               ……………………મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિ મળી મને જલા સાંઇથી,સાચી શ્રધ્ધા એ કરાય
મળે માડીની કૃપા અમને,જ્યાં નિર્મળ રાહ મળી જાય
જયઅંબે જયઅંબે મનથીકરતાં,માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન રાહ મળતાં,આ જન્મ સફળ થઈ જાય
.               ………………….. મા અંબે તારા ચરણે નમતા.

******************************************************