August 26th 2012

પરખ પરમેશ્વરની

.                    પરખ પરમેશ્વરની

તાઃ૨૬/૮/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશીર્વાદે પકડી આંગળી,જીવને શાંન્તિ મળી ગઈ
જલાસાંઇની કૃપા થતાં,મનની મુંઝવણ ભાગી ગઈ
.                    ……………………આશીર્વાદે પકડી આંગળી.
નારાયણનું સ્મરણ કરતાં,જીવપર કૃપાદ્રષ્ટિ પણ થઈ
રાહ મળી જીવને અવનીએ,ને પાવન ગતી મળી ગઇ
નિર્મળ ભાવના રાખી જીવતાં,શ્રધ્ધાની વર્ષા થઇ ગઈ
મળી મને જલાસાંઈની ભક્તિ,મુક્તિમાર્ગ ખોલશે જઈ
.                     ……………………આશીર્વાદે પકડી આંગળી.
મળી કેડી રાવણને અભિમાનની,ત્યાં રામની દ્રષ્ટિ થઈ
અજબ શક્તિ ભક્તિની મેળવેલી,તોય વૃત્તિ બગડી ગઈ
સકળસૃષ્ટિનાકર્તાનારાયણ,તોય હનુમાનનીસંગતથઈ
શ્રધ્ધા ભક્તિનો સંગ રાખતાં,એરાવણની દાહ પણ થઈ
.                     …………………..આશીર્વાદે પકડી આંગળી.

+++++++************+++++++++************

August 26th 2012

લીધેલ કેડી

.                   લીધેલ કેડી

તાઃ૨૬/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મૃત્યુનો સંગ અનેરો,જીવને એ કર્મથી બાંધી જાય
દેહને વળગે જ્યાં મોહમાયા,ત્યાં જન્મ મૃત્યુ મળી જાય.
.               …………………..  જન્મ મૃત્યુનો સંગ અનેરો.
અવની છે આધાર દેહનો,જીવને સાંકળથી બાંધી જાય
આવી મલતી આધીવ્યાધીઓ,જે કર્મ બંધનથીસંધાય
નાજુકકેડી મળે જીવને,જ્યાં સાચી માનવતા મેળવાય
સંગ મળે જ્યાં પાવનકેડીનો,જીવે નિર્મળતામળી જાય
.               …………………… જન્મ મૃત્યુનો સંગ અનેરો.
મળતાં દેહ જીવને અવનીએ,દેહ ઉંમરથી બંધાઇ જાય
આજકાલનેપારખીલેતાં જીવનમાં,સમય નાછટકીજાય
બાલપણમાં ભણતરની કેડી,ને જુવાનીમાંમહેનતથાય
ઘડપણમળતાં દેહનેઅવનીએ,ભક્તિથી સચવાઇજાય
.                ………………….. જન્મ મૃત્યુનો સંગ અનેરો.

======================================