August 24th 2012

પકડ આંગળીની

.                      .પકડ આંગળીની

તાઃ૨૪/૮/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળક દેહે અવતરણ થાતાં,ઉંઆ ઉંઆ શરૂ થઇ જાય
એછે કુદરતનીલીલા,જે જન્મ મળતા જીવને સમજાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
મળતા સંસ્કાર જીવને દેહે,એજ કૃપા માતાની કહેવાય
જન્મ દીધો માતાએ જીવને,ને કર્મના સંબંધ સચવાય
પકડી આંગળી માતાની,જીવને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં સ્નેહ સાચો મેળવાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
સમયની કેડી દેહનેજ મળે,જે ઉંમર વધતાં જ દેખાય
આજકાલના વાદળ ન્યારા,જે પિતા પ્રેમથી મેળવાય
પિતાની પકડી આંગળી દેહે,ત્યાં મન વિચારતું થાય
જીવને સાચી રાહ મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
.                 …………………બાળક દેહે અવતરણ થાતાં.
સંતાનને પ્રેમ મળતા માબાપનો,હરખ અનોખો થાય
ભક્તિનોસંગ સાથે રાખતાં,ના આધી વ્યાધી અથડાય
મળીજાય જ્યાં પ્રેમજગતમાં,સૌનીપ્રીત અનોખીથાય
મળેલ માનવદેહ અવનીએ,જીવનો જન્મસાર્થક થાય.
.             …………………… બાળક દેહે અવતરણ થાતાં.

=================================