August 21st 2012

અમેરીકન ભક્ત

.

.

.

.

.

.

.

.

.                  .અમેરીકન ભક્ત

તાઃ૨૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મને ના કાયાની,મને ભક્તિમાં વિશ્વાસ
પરમાત્માને હુ ઇસુ કહુ,કે લઉ હું રામનુ નામ
.                         …………………માયા મને ના કાયાની.
આવતા આંગણે હિન્દુના,જયશ્રી કૃષ્ણ બોલાય
માળા હાથમાં રાખીને,ભક્તિ ભજન પણ થાય
આત્માનો વિશ્વાસ પ્રભુથી,ઇસુ કહો કે ભગવાન
શ્રધ્ધા મારી અતુટ મનથી,ના છે કોઇ ભેદભાવ
.                       ………………….માયા મને ના કાયાની.
અવનીને ના ઓળખે જીવ,એજ મહાનતા કહેવાય
જન્મ લીધો આ ધરતી પર,તોય પરમાત્મા પુંજાય
અજબતાકાત આજીવની,જે વત્સલદાસ ઓળખાય
થાય આનંદનીવર્ષા ધરમાં,જ્યાં ભક્તિ આવી થાય
.                     …………………. માયા મને ના કાયાની.

.*************************************************

August 21st 2012

દ્રષ્ટિ પ્રેમ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    .દ્રષ્ટિ પ્રેમ

તાઃ૨૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
.                   …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
.                    …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
.                   …………………..જોઇ તારી નજર નિરાળી.

====================================

August 21st 2012

સ્મરણ અને પ્રતિક્ષા

.                   સ્મરણ અને પ્રતિક્ષા

તાઃ૨૧/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી,કૃપાની વર્ષા થાય
ના આશાનીકેડી રહે જીવનમાં,કેનાકોઇ માગણી થાય
.         …………………. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
સ્મરણ એછે સંસ્કાર જીવના,જે માબાપથી જ મેળવાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,એજ  લાયકાત કહેવાય
અનેક ક્ષેત્રના સંબંધ સ્મરણથી,જે દેહનેજ સ્પર્શી જાય
સ્મરણપરમાત્માનુ કરતાં,જીવને મુક્તિમાર્ગમળીજાય
.        ………………….. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
કળીયુગની એક કેડી અનેરી,જે શુભ કાર્યોને રોકી જાય
શ્રધ્ધારાખીને પ્રતિક્ષા કરતાં,સમયે આવીએ મળી જાય
માગણી એ અપેક્ષાની કેડી,જે કદીક દુર્માર્ગેય લઈ જાય
સ્મરણ શક્તિને સાચવી રાખતાં,ના કોઇપ્રતિક્ષા રખાય
.       …………………… સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦