August 21st 2012

સ્મરણ અને પ્રતિક્ષા

.                   સ્મરણ અને પ્રતિક્ષા

તાઃ૨૧/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી,કૃપાની વર્ષા થાય
ના આશાનીકેડી રહે જીવનમાં,કેનાકોઇ માગણી થાય
.         …………………. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
સ્મરણ એછે સંસ્કાર જીવના,જે માબાપથી જ મેળવાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,એજ  લાયકાત કહેવાય
અનેક ક્ષેત્રના સંબંધ સ્મરણથી,જે દેહનેજ સ્પર્શી જાય
સ્મરણપરમાત્માનુ કરતાં,જીવને મુક્તિમાર્ગમળીજાય
.        ………………….. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
કળીયુગની એક કેડી અનેરી,જે શુભ કાર્યોને રોકી જાય
શ્રધ્ધારાખીને પ્રતિક્ષા કરતાં,સમયે આવીએ મળી જાય
માગણી એ અપેક્ષાની કેડી,જે કદીક દુર્માર્ગેય લઈ જાય
સ્મરણ શક્તિને સાચવી રાખતાં,ના કોઇપ્રતિક્ષા રખાય
.       …………………… સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment