August 23rd 2012

અદભુત લીલા

                        અદભુત લીલા

તાઃ૨૩/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ જગતમાં કૃપા પ્રભુની,ના સમજણથી સમજાય
નિર્મળતાનો સંગ રાખતાં,વણ માગેલુ ય મળી જાય
.                …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
માયાની એક કેડી અનેરી,ના કોઇનાથી ય છટકાય
મળે એ માનવતાના સંગે,જ્યાં નિર્મળતા સચવાય
કળીયુગના સહવાસમાં રહેતાં,પળેપળ ના છોડાય
એક પળ જો છટકી ગઈ તો,મુંઝવણો આવી જાય
.               …………………જોઇ જગતમાં કૃપા પ્રભુની.
સથવારો સંસારમાં સૌનો,તેમાંથી કદીના છટકાય
ભક્તિની છે કેડી અનેરી,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહ અવનીએ,ત્યાંસમજણ મળી જાય
સમયનેપકડી પુંજનકરતાં,દેહે ભક્તિ ઉજ્વળ થાય
.             …………………..જોઇ જગતમાં કૃપા પ્રભુની.

.+++++++++++++++++++++++++++++++++++.

August 22nd 2012

શરદ ૠતુ

.                       .શરદ ૠતુ

તાઃ૨૨/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરદ ૠતુના શીતળ વાયરે,પ્રભાત પ્રસરી ગઈ
પ્રેમના વાદળ સ્નેહે વરસતાં,મનમાં શાંન્તિથઈ
.               …………………શરદ ૠતુના શીતળ વાયરે.
માનવતાની અહીં મહેંક પ્રસરે,નામાગણી કોઇ રહી
અજબ કૃપા પરમાત્માની,ભીની વાદળીઓથી જોઇ
મધુર પવનની લહેંર મળે,જ્યાં શ્વાસમાં સુગંધ ગઈ
ના શબ્દની કોઇ લકીર મળે,કે ના જીભનેકોઇ શબ્દ
.               ………………….શરદ ૠતુના શીતળ વાયરે.
પળપળને જો  પારખી લો તો,જીવનમાં શરદ થઇ
અવનીને ના પારખે કોઇ,એતો કુદરતની મહેંરથઈ
નિર્મળ ભાવના સંગે રાખતાં,જલાસાંઇની કૃપા થઈ
ૠતુૠતુના વાયરાનેપારખતાં,ઉજ્વળરાહમળીગઇ
.              …………………..શરદ ૠતુના શીતળ વાયરે.

***************************************************

August 21st 2012

અમેરીકન ભક્ત

.

.

.

.

.

.

.

.

.                  .અમેરીકન ભક્ત

તાઃ૨૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મને ના કાયાની,મને ભક્તિમાં વિશ્વાસ
પરમાત્માને હુ ઇસુ કહુ,કે લઉ હું રામનુ નામ
.                         …………………માયા મને ના કાયાની.
આવતા આંગણે હિન્દુના,જયશ્રી કૃષ્ણ બોલાય
માળા હાથમાં રાખીને,ભક્તિ ભજન પણ થાય
આત્માનો વિશ્વાસ પ્રભુથી,ઇસુ કહો કે ભગવાન
શ્રધ્ધા મારી અતુટ મનથી,ના છે કોઇ ભેદભાવ
.                       ………………….માયા મને ના કાયાની.
અવનીને ના ઓળખે જીવ,એજ મહાનતા કહેવાય
જન્મ લીધો આ ધરતી પર,તોય પરમાત્મા પુંજાય
અજબતાકાત આજીવની,જે વત્સલદાસ ઓળખાય
થાય આનંદનીવર્ષા ધરમાં,જ્યાં ભક્તિ આવી થાય
.                     …………………. માયા મને ના કાયાની.

.*************************************************

August 21st 2012

દ્રષ્ટિ પ્રેમ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    .દ્રષ્ટિ પ્રેમ

તાઃ૨૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
.                   …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
.                    …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
.                   …………………..જોઇ તારી નજર નિરાળી.

====================================

August 21st 2012

સ્મરણ અને પ્રતિક્ષા

.                   સ્મરણ અને પ્રતિક્ષા

તાઃ૨૧/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી,કૃપાની વર્ષા થાય
ના આશાનીકેડી રહે જીવનમાં,કેનાકોઇ માગણી થાય
.         …………………. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
સ્મરણ એછે સંસ્કાર જીવના,જે માબાપથી જ મેળવાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,એજ  લાયકાત કહેવાય
અનેક ક્ષેત્રના સંબંધ સ્મરણથી,જે દેહનેજ સ્પર્શી જાય
સ્મરણપરમાત્માનુ કરતાં,જીવને મુક્તિમાર્ગમળીજાય
.        ………………….. સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.
કળીયુગની એક કેડી અનેરી,જે શુભ કાર્યોને રોકી જાય
શ્રધ્ધારાખીને પ્રતિક્ષા કરતાં,સમયે આવીએ મળી જાય
માગણી એ અપેક્ષાની કેડી,જે કદીક દુર્માર્ગેય લઈ જાય
સ્મરણ શક્તિને સાચવી રાખતાં,ના કોઇપ્રતિક્ષા રખાય
.       …………………… સ્મરણ થાય જલાસાંઇનું શ્રધ્ધાથી.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

August 20th 2012

પ્રેમથી પધરામણી

.                     પ્રેમથી પધરામણી

તાઃ૨૦/૮/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં પ્રેમનો સંગ રખાય
નિર્મળતાના વાદળવરસે,જ્યાં પધરામણી પ્રેમે થાય
.                   …………………ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મનને શાંન્તિ અતુટ મળતી,ને પ્રભાત પણ ઉજ્વળ થાય
સુખ શાંન્તિને સ્નેહનીસાંકળ જીવને,મળી જાય પણઆજ
પ્રેમની કેડી છે અતુટ અનેરી ,આપના આગમને સમજાય
સરળતાની ભાવના મળતા,દેહને ના મોહમાયા અથડાય
.                 …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.
મુક્તિકેરો માર્ગ મળતાજીવને,લોભલાભ પણ છટકી જાય
સત્કર્મની રાહ બતાવી જીવને,ભવસાગરથીય  બચાવાય
આંગણે આવી રાહ હું  જોતો,પધરામણી પ્રેમથી કરાવાય
નિર્મળ જીવનમાં આશીર્વાદ મળતાં,જીવને  શાંન્તિ થાય
.                 …………………..ઉજ્વળ રાહ મળે જીવનમાં.

======================================

August 19th 2012

ના માગણી

.                    .ના માગણી

તાઃ૧૯/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં,જયાં સાચી રાહ મળી જાય
માનવ મનની છે ચાહત અનેરી,ના માગણીએ મેળવાય
.                   …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
જન્મ મળે અવનીએ જીવને,દેહની અપેક્ષાઓ વધી જાય
એકજ મળતાં માગણી  દેહને,ત્યાં બીજી અનેક સંગી થાય
કળીયુગની આ કલમ પ્રભુની,જીવથી ના કદી ઓળખાય
કર્મબંધન એ સંગે રહે છે,જે જીવને ક્યાંથી ક્યાં લઈ જાય
.                  ……………………રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.
સદમાર્ગની કેડી છે ન્યારી,જે દેહને જીવ સહિત સમજાય
ભક્તિનીસાંકળ મળેજીવને,નિર્મળતાએ અપેક્ષા દુરજાય
ના માગણી કોઇ રહે જીવની,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે સધળુ મળે,ના કોઇથીય કદીય મેળવાય
.                   …………………..રિધ્ધી સિધ્ધી મળે જીવનમાં.

=+++++++++++++++++++++++++++++++++=

August 18th 2012

અધિક માસ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                            .અધિક માસ

તાઃ૧૮/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર ધર્મની શીતળ કેડી,સાચી શ્રધ્ધાએ મળી જાય
અધિકમાસનો ઉત્તમ પર્વ, સાચી ભક્તિએજ સમજાય
.                   ………………….પવિત્ર ધર્મની શીતળ કેડી.
પ્રભાતે પુંજન અર્ચન કરતાં,આજે  મન મારુ હરખાય
પ્રેમની નાનીકેડી મળતાં,સંત જલાસાંઈની પુંજાથાય
મોહમાયાની ચાદર છોડતાં,મળેલજન્મ સફળ દેખાય
શ્રધ્ધા સાચી રાખીને  ભજતાં,પરમાત્માની દ્રષ્ટિ થાય
.                  …………………..પવિત્ર ધર્મની શીતળ કેડી.
અધિક માસનો મહીમા અનેરો,સાચી પુંજાએ મેળવાય
પ્રભુકૃપાનો આનંદઅનેરો,સાચાઅનુભવથી મળી જાય
માળા કરતાં મનથી પ્રભુની,ઘરમાંય શાંન્તિને સહેવાય
આજકાલની નાવ્યાધી જીવને,જ્યાં જલાસાંઈને ભજાય
.                  ……………………પવિત્ર ધર્મની શીતળ કેડી.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

August 17th 2012

માડીના ચરણે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                .માડીના ચરણે

તાઃ૧૭/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબે તારા ચરણે નમતા,મારું હૈયુ ખુબ જ હરખાય
આશીર્વાદની કૃપા મેળવતાં,મારું જીવન ઉજ્વળ થાય
.                …………………..મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિનો સંગાથ મળતાં,જીવનમાં  અતુટ શાંન્તિ થાય
આજકાલની વ્યાધી છુટતાં,માનો પ્રેમ સદા મળી જાય
નિર્મળભાવના સંગેરાખતાં,માડી ગુણલા તારા ગવાય
કૃપા પામતા મા જીવનમાં,સર્વ સુખ આવી મળી જાય
.               ……………………મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિ મળી મને જલા સાંઇથી,સાચી શ્રધ્ધા એ કરાય
મળે માડીની કૃપા અમને,જ્યાં નિર્મળ રાહ મળી જાય
જયઅંબે જયઅંબે મનથીકરતાં,માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન રાહ મળતાં,આ જન્મ સફળ થઈ જાય
.               ………………….. મા અંબે તારા ચરણે નમતા.

******************************************************

August 16th 2012

સાચો સંબંધ

.                    .સાચો સંબંધ

તાઃ૧૬/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની કેડી પારખી લેતાં,જીવનમાં સંબંધ સચવાઇ જાય
આંગણે આવેલ અતિથીને મળતાં,હૈયે આનંદઆનંદથાય
.                          ……………………પ્રેમની કેડી પારખી લેતાં.
મનથી મળેલ અદભુત પ્રેમથી,જીવનમાં કેડી પ્રેમની થઈ
અનંત અપેક્ષા ભાગીગઈ,જ્યાં નિર્મળ પ્રેમની જ્યોતીથઈ
સુખદુઃખમાં સંગાથ મળતા,સાચો પ્રેમ પારખી લીધો અહીં
કુદરતની આમહેંર નિરાળી,સાચા સંબંધે એ મેળવાઇ ગઇ
.                        …………………….પ્રેમની કેડી પારખી લેતાં.
સગપણ એ સંબંધ દેહનો,જે જગતમાં જન્મથી બંધાઇ રહે
ક્યારે છુટી એ દુર ભાગે જીવનમાં,ના કદી કોઇથી કહેવાય
અંતરમાં જે વસી જાય પ્રેમથી,એજ સાચો સંબંધ સમજાય
આવી મળે સાથ જીવનમાં,જે સમજદાર જીવને મળી જાય
.                       …………………….. પ્રેમની કેડી પારખી લેતાં.

################################

« Previous PageNext Page »