August 15th 2012

સરળ પ્રેમ

.                       .સરળ પ્રેમ

તાઃ૧૫/૮/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણીએ ના મળે મોત દેહને,કે ના મળે માગણીએ પ્રેમ
જલાસાંઇની કેડીપકડી ચાલતાં,મળે જીવનમાં સરળ પ્રેમ
.                        ………………..માગણીએ ના મળે મોત દેહને.
જન્મ મળતાં જીવને જગે,મળે અનેક કેડીઓનો અણસાર
સમજણ મનને મળે ધીમેથી,ના ઉતાવળથી એ સમજાય
પ્રેમ મળતા માબાપનો સંતાનને,સંસ્કારની કેડીમળીજાય
વડીલને પ્રેમે વંદનકરતાં,દેહપર આશીર્વાદની વર્ષાથાય
.                        ………………. માગણીએ ના મળે મોત દેહને.
પગથી જીવનની સમજી ચાલતાં,નાઆફત કોઇ અથડાય
મોહ માયાને દુર રાખતાં જીવનમાં,સરળ પ્રેમ મળી જાય
આધી વ્યાધીને આંબી લેતાં,જીવનમાં સ્નેહ સ્પર્શતો જાય
ઉજ્વળ રાહને મેળવી લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
.                      ………………… માગણીએ ના મળે મોત દેહને.

((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((

August 14th 2012

કલમ કે કાતર

.                       કલમ કે કાતર

તાઃ૧૪/૮/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમની કેડી ના કાતર જેવી,કે સૌને એ કાપીજાય
સરળતાથીસમજી ચાલતી,સૌને પ્રેમએ આપી જાય
.                 ……………………કલમની કેડી ના કાતર જેવી.
મનને માયા વિચારથી મળતાં,અનેક સ્વરૂપે વંચાય
કાચી સમજણ હોય ભલે,નિર્મળ પ્રેમથી જ એ સંધાય
આવીઆંગણે પ્રેમમળે સૌનો,જે સરળતાએ સમજાય
પ્રેમભાવની શીતળકેડીએ,આવેલ અંતર સૌ હરખાય
.                   ……………………કલમની કેડી ના કાતર જેવી.
પ્રભાતની પહેલી કિરણને માણી,જ્યાં કલમે પકડાય
ઉમંગઆવી મળતાજીવે,કલમધારીને હૈયે વસી જાય
શબ્દની સરળકેડીને લેતાં,પાવન શબ્દની વર્ષા થાય
હૈયેઆવી આનંદ વસી જાય,જ્યાં આંખોથી એ વંચાય
.                  …………………….કલમની કેડી ના કાતર જેવી.
કાતરનીકેડી નથી અનોખી,એતો જ્યાંત્યાં સૌનેદેખાય
સરળતાની કેડી છે એવી,કે ના કોઇનેય એ છોડી જાય
હાથપકડી ચાલતાં પ્રેમે,કાતર આવીને એ કાપી જાય
વિરહની કેડી વાંકી મળતાં,જીવ અહીંતહીં ભટકીજાય
.                   ……………………કલમની કેડી ના કાતર જેવી.

++++++++========+++++++++========

August 13th 2012

નિર્મળ ભક્તિ

.                      .નિર્મળ ભક્તિ

તાઃ૧૩/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પામવા પ્રભુનો,નિર્મળ ભક્તિ જ થાય
શ્રધ્ધાસાચી રાખી કરતાં,કૃપા જલાસાંઇની થઇ જાય
.                    …………………પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
ભક્તિ પ્રેમની શીતળ રાહે,જીવથી કર્મ પવિત્ર થાય
મોહમાયાને દુર રાખતાં,સાચી પ્રભુ ભક્તિ થઈ જાય
અવનીપરના આગમને જીવને,કર્મબંધન છે બંધાય
સરળતાનીકેડી મળતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     ………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
કળીયુગના અંધકારથી બચવા,ભક્તિ માર્ગ સહેવાય
માનવતાની મીઠી કેડીએ,પરમાત્માય રાજી થઈ જાય
અહંકારને આંબી લેતા જીવનમાં,સીધી રાહ મળી જાય
નિર્મળતાનાવાદળવરસે,જે જીવનેમુક્તિમાર્ગ દઈજાય
.                  …………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

August 12th 2012

પકડેલ આંગળી

.                    .પકડેલ આંગળી

તાઃ૧૨/૮/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા મોહ જીવને,જે જન્મ થકી જ સમજાય
અવની પરના આગમને,અણસાર જીવને થઈ જાય
.                        ………………..મળતી માયા મોહ જીવને.
મળતા માનવ દેહ જીવને,તેના બાળપણથી  સમજાય
માના પ્રેમની હેલી લેવા,પળે પળે ઉંઆ ઉંઆ થઇ જાય
કુદરતની છે કલા નિરાળી,માબાપના સંબંધથી દેખાય
પકડી આંગળી પિતાની ચાલતા,રાહ સીધી મળી જાય
.                      …………………..મળતી માયા મોહ જીવને.
ઉજ્વળતાનીકેડી મળે જીવને,જ્યાં સાચીરાહ મેળવાય
ભણતરનું ચણતર ગુરુથી,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મળે સંતથી રાહ ભક્તિની,મળેલ જન્મસફળ થઈ જાય
જલાસાંઇની કેડી અનોખી,સંસારે કૃપા પ્રભુની મેળવાય
.                     ……………………મળતી માયા મોહ જીવને.

****************************************************

August 11th 2012

સંકટ મોચક

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                            .સંકટ મોચક

તાઃ૧૧/૮/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચક શ્રી હનુમાનજી,ભક્તિ માર્ગ બતાવી જાય
મુક્તિ માર્ગની કેડી બતાવી,આ જન્મ સફળ કરી જાય
.                     ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
શરણુ સાચુ સીતા રામનુ લેતાં,રાવણનું દહન થઈ જાય
અહંકારને નાઆંબી શકે જગતમાં,ત્યાં રાવણ મળી જાય
અવતાર અવનીએ પામીને,પરમાત્મા રાહ આપી જાય
મુક્તિજીવને મળે આવીને,જ્યાંશ્રધ્ધા સાચીજીવે રખાય
.                      ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
સતયુગની એ હતી સરળ કેડી,ના કળીયુગમાં છટકાય
માગણી પરમાત્માને નામે,આજે જગતમાં કરી જવાય
નાઆરો કે ઓવારો મળે જીવને,કેરાહ દેનારથી છુટાય
વણ માગેલી આફત ભાગે,જ્યાં સંકટ મોચકને ભજાય
.                    ……………………સંકટ મોચક શ્રી હનુમાનજી.

.———————————————————-

August 10th 2012

હાથની હેલી

.

.

.

.

.

.

.

.

.                      .હાથની હેલી

તાઃ૧૦/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળમન ને પ્રીતી ભાવનાથી,જન્મ સફળ મળી જાય
સ્નેહની સાંકળ સરળ જોતા,ના કોઇ વ્યાધી આવી જાય
.                ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
મળે હાથથી હાથ સ્નેહથી,પાવન કર્મ જીવનમાં થાય
સદા સ્નેહની વર્ષાવરસે,ત્યાં જીવન મુક્તિએ મહેંકાય
અવનીપરના આગમનનેવધાવી,ધન્યજીવન દેખાય
મોહ માયાની માયા છુટતાં,ના આધીવ્યાધી અથડાય
.               ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
છુટે હાથથી હાથ જીવનમાં,થઇ જાય મુંઝવણથી પ્રીત
એક વ્યાધીને થોડી દુર કરતાં,બીજી મળી જાયછે તુર્ત
હાથની હેલી વર્ષી જાય જ્યાં,બનીજાય જગતમાં મુર્ખ
સગાસંબંધી દુરરહે જીવનમાં,ઉજ્વળતાભાગે ત્યાં દુર
.            ……………………નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.

++++++++++++++++++++++++++++++++++++++++++

August 10th 2012

કૃષ્ણકનૈયો

.

 

 

 

 

 

 

 

 

.

.

 

.

.                      કૃષ્ણકનૈયો

તાઃ૧૦/૮/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ
.                      (જન્માષ્ટમી)

કરુણા સાગર ના અવતાર,આવ્યા મુક્તિ દેવાને કાજ
આવી અવનીએ કર્તાર,કરે લીલા મનુષ્ય રૂપે અપાર
.                        ………………કરુણા સાગર ના અવતાર.
ગોકુળનો એ છે ગોવાળીયો ,ને મથુરાના મુરલીધર
દ્વારકાના એ ધીશબન્યા,ને રુક્શમણીની લીધી પ્રીત
લીલા કીધી કનૈયારૂપે,જગતમાં જીતી લીધાછે દીલ
ગોવાળીયાની પ્રીત ગજબની,અવનીએ લીધી જીત
.                      ………………..કરુણા સાગર ના અવતાર.
અર્જુન કેરા સારથી થતાં,મહાભારતમાં જોઇ પ્રીત
સાથ દીધો સંગાથી બનીને,પાંડવોને દીધીછે જીત
આગમને અણસાર દીધો,નેઉજ્વળ કીધીમાનીકુખ
પ્રેમે કૃષ્ણકહો કે કનૈયોકહો,નામળે જીવનેકોઇ દુઃખ
.                     ………………..કરુણા સાગર ના અવતાર.

…….++++++……….++++++………..++++++…..

 

August 9th 2012

લાયકાતી કેડી

.                    લાયકાતી કેડી

તાઃ૯/૮/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સફળતાનો સાથ મળે જીવનમાં,ઉજ્વળતારહે સંગ
માનવ મનની વ્યાધીઓ ભાગે,જીતે લાયકાતે જંગ
.               ………………..સફળતાનો સાથ મળે જીવનમાં.
નાપરખ થાય પ્રેમનીજીવનમાં,એતો નિશ્વાર્થે દેખાય
સરળતાનો સાથ મળતાં જીવને,ઉમંગ આંબી જવાય
મળેજ્યાંસાથ સંગાથીઓનો,જે જીવનસરળ કરીજાય
સંબંધીઓનો સાથરહે જીવનમાં,જ્યાંસંબંધોસચવાય
.              ………………….સફળતાનો સાથ મળે જીવનમાં.
મોહની મળતી ચાદર છોડતાં,નિર્મળતા વરસી જાય
સુખદુઃખનો સહવાસ સૌનેછે,સુખ લાયકાતેમળીજાય
માનવતાની મહેંકતીકેડીએ,સાથ જીવનમાં મેળવાય
કૃપામળે જલાસાંઇનીજીવને,જ્યાં ભક્તિ મનથીથાય
.              …………………. સફળતાનો સાથ મળે જીવનમાં.

#######################################

August 8th 2012

મેથી પાક

.                   .મેથી પાક

તાઃ૮/૮/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો મેથી પાક મને,તો શિયાળો સચવાઇ જાય
પડે જો બૈડે થોડોય મેથી પાક,તો હાડકા તુટી જાય
.                     ………………..મળે જો મેથી પાક મને.
શિયાળાની શીતળ સવારે,શરીરે સ્ફુર્તી મળી જાય
અંગ મજબુત બની જાય,સવારે મેથી પાક ખવાય
તનને મજબુતાઇ મળીજાય,જ્યાંમનમલકાઇ જાય
તનને મળતાંમુક્તિ રોગથી,ત્યાં ડૉક્ટર ભાગી જાય
.                     ………………..મળે જો મેથી પાક મને.
પડે મેથી પાક બરડે,તો માનુ દુધ યાદ આવી જાય
હાડકા ભાગતા શરીરના,જીવન આ રગદોળાઇ જાય
સુખનીકેડી દુર ભાગતા,જીવનમાંદુઃખ ઉભરાઇ જાય
નાકોઇ આરો રહે જીવનમાં,અંતે ભક્તિ પકડાઇ જાય
.                    ………………….મળે જો મેથી પાક મને.

()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))()

August 7th 2012

સત્કર્મની કેડી

.                   .સત્કર્મની કેડી

તાઃ૭/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવદેહ અવનીએ,જીવને રાહત મળી ગઈ
સાચી રાહ પકડીને ચાલતાં,સત્કર્મની કેડી મળી ગઈ
.                    …………………મળતા માનવદેહ અવનીએ.
શ્રધ્ધાની જ્યાં સમજ પડે,ત્યાં મોહમાયા છુટતાં અહીં
સાચી રાહને પકડી લેતાં જ,કૃપા શ્રીજલાસાંઇની થઈ
માનઅપમાનના બંધનછુટતાં,જીવનેશાંન્તિ મળીગઈ
નિર્મળજીવનની ચાલમળતાં,અભિમાનથી મુક્તિ થઈ
.                     ………………..મળતા માનવદેહ અવનીએ.
વાણી વર્તન સચવાઇ જાય,જ્યાં મનથી ભક્તિ થાય
જીવથીજ્યોત પ્રેમનીપ્રકટે,ત્યાં સરળજીવન થઇ જાય
સિધ્ધીના સોપાન મળતાં જીવને,જન્મ સાર્થક દેખાય
પૃથ્વીપરનાઆગમનેજીવથી,સત્કર્મની કેડીને પકડાય
.                  …………………  મળતા માનવદેહ અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »