August 5th 2012

આનંદ થયો

.                    .આનંદ થયો

તાઃ૫/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝરઝરમર વર્ષા નિરખતાં,હૈયુ મારુ હરખાણું
શીતળતાનો સંગ મળતાં,આનંદ સાચો માણું
.              ………………ઝરઝરમર વર્ષા નિરખતાં.
નિર્મળતાના વાદળ વર્ષે,ત્યાં પ્રભુકૃપા હુ પામું
સ્વાર્થમોહને દુરકરતાં,મારુ જીવનસાર્થક જાણું
મળે જ્યાં પ્રેમ જલાસાંઇનો,બીજુ કાંઇના માગું
સ્નેહનીવર્ષા મળી જતાંજ,હુ આનંદ જીવે માણું
.            ………………..ઝરઝરમર વર્ષા નિરખતાં.
માનવજીવન મહેંકી ઉઠતાં,જન્મસફળ હું માનું
પ્રેમની કેડી પારખી લેતાં,સહવાસ સાચો જાણું
મનનીમુંઝવણ દુર જતાં,સ્નેહ સૌનોલઈ આવું
અંતની નારહે ચિંતાજીવને,જ્યાંમોક્ષ સંગેરાખુ
.          …………………ઝરઝરમર વર્ષા નિરખતાં.

============================

August 4th 2012

શીવશક્તિ હનુમાન

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.              .શીવશક્તિ હનુમાન

તાઃ૪/૮/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો પવનપુત્ર હનુમાન,બોલો શીવ શક્તિ હનુમાન
ભક્તિ કેરી ગદા રાખીને,જીવના ખોલતાએ મુક્તિદ્વાર
એવા પવનપુત્ર હનુમાન,બન્યા સીતારામના સંગાથ
.                  ……………………બોલો પવનપુત્ર હનુમાન.
વર્તનવાણી પ્રભુને સોંપી,રીઝ્યા વિષ્ણુ સ્વરૂપ શ્રીરામ
રાવણ જેવા ભક્તને આપી,સાચી શ્રધ્ધાની સીધી દોર
સિંદુર લગાવી દેહે લીધો,લક્ષ્મીસ્વરૂપ માસીતાનોપ્રેમ
અવનીપર લાવીરુદ્રાક્ષને,શીવજીએદીધોભક્તિનો દોર
.                   …………………….બોલો પવનપુત્ર હનુમાન.
ભક્તિની છે અજબ શક્તિ,એ જગતમાં સમયે સમજાય
પાપ પુણ્યની સમજ જીવને પડે,જ્યાં સાચી દ્રષ્ટિ થાય
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં શ્રીસીતારામને ભજાય
મુક્તિના ખોલે દ્વાર પ્રભુજી,જ્યાં સ્મરણ શ્રધ્ધાએ થાય
.                    …………………..બોલો પવનપુત્ર હનુમાન.

……………………………………………………………….

August 3rd 2012

જીવનની સરળતા

.                  .જીવનની સરળતા

તાઃ૩/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવે દોડી ઉપાધી,નાસરળ જીવને સમજાય
એક ઉપાધીને સમજતાં,જીવનમાં બીજી આવી જાય
.                ………………….ક્યાંથી આવે દોડી ઉપાધી.
જન્મ મળતા જીવને અવનીએ,બંધન દેહે છે બંધાય
કર્મનીકેડી અજબ નિરાળી,જે જીવને દેહ મળે સંધાય
સમજણજીવની સાચીસરળ છે,જે ભક્તિમાર્ગે લેવાય
મળીજાય માયાપ્રભુની જીવને,મુક્તિમાર્ગ મળીજાય
.               ……………………ક્યાંથી આવે દોડી ઉપાધી.
માગ્યુ ના માબાપથી જેણે,કે ના અપેક્ષાની કોઇ રાહ
મળી જાય અંતરથી દેહને,જે સાચો પ્રેમ જ કહેવાય
સરળજીવનની આરાહે,જીવથીશાંન્તિસદામેળવાય
મુક્તિમાર્ગ જલાસાંઇ ખોલે,ત્યાંજન્મસફળથઈજાય
.                …………………..ક્યાંથી આવે દોડી ઉપાધી.

++++++++++++++++++++++++++++++++++++

August 2nd 2012

રાખડી બંધન

 

 

 

.

.

.

.

.

.

.

.                     .રાખડી બંધન

તાઃ૨/૮/૨૦૧૨        (બળેવ)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાઇ કહે મારી વ્હાલી બેન,આજે આવી દોડી અહીં
રાખડીના બંધનને પકડી,જ્યોતપ્રેમનીઆપી ગઈ
.                         ………………ભાઇ કહે મારી વ્હાલી બેન.
શીતળસ્નેહનીવર્ષા મળતી,જ્યાં નિર્મળપ્રેમ દે આપી
વ્હાલી મારી બેન આવતાં,ખુશીના સાગરને એભરતી
રાખડી મારા હાથે બાંધતાં,અમારી આંખો ભીની થતી
મળતો પ્રેમ મા બાપનો મને,જ્યાં બહેન ઘેર આવતી
.                        ……………….ભાઇ કહે મારી વ્હાલી બેન.
કૈલાસબેનની કરૂણા દ્રષ્ટિ,ને વિપુલાબેનનો મળે પ્રેમ
નિખાલસ મારી વડીલબેનો,આશીર્વાદ સદાદેતા એમ
મળ્યો પ્રેમ નિખાલસ અમને,ના અપેક્ષા રહે હવે કેમ
પાવન ઘરના દ્વાર કરવા,પધારજો મારા વ્હાલા બેન
.                     ………………….ભાઇ કહે મારી વ્હાલી બેન.
====================================
.          .રક્ષાબંધનના પવિત્ર તહેવારે મારા બંન્ને વડીલ બહેન ભાઇના
હાથે રાખડી બાંધવા આવે તેઆનંદ મને અનોખો મળ્યો છે તેમાટે સંત
પુ.જલારામ બાપા અને સંત પુ.સાંઇબાબાને પ્રાર્થના કે મારી બહેનોને
સુખ શાંન્તિ અને પરમાત્માની કૃપા સદાય મળે અને તન મન ધનથી
શાંન્તિ મળે તે જ વંદન સહિત વિનંતી.

પ્રદીપના વંદન સહિત જય જલારામ.

 

 

August 1st 2012

જન્મોજન્મ

.                      જન્મોજન્મ

તાઃ૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ જન્મથી જગતમાં,કર્મ બંધનથી જકડાય
માનવમનની આજ છે વ્યાધી,જે જન્મોજન્મથી બંધાય
.                ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
અવનીપરના આગમને,અનેક રૂપે જીવને દેહ મળી જાય
સંબંધની સાંકળ પણ એવી,જગે ના કોઇ જીવથી છટકાય
સંત જલાસાંઇની ભક્તિ રાહે,ના જીવ અવનીએ ભટકાય
સરળ જીવનમાં શાંન્તિ મળતાં,જીવને મુક્તિ મળીજજાય
.                 ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
કળીયુગી કાતર છેએવી,જ્યાં માનવી અહી તહીં લબદાય
શ્રધ્ધારાખી સેવા કરતાં જીવે,નિર્મળ ભાવના મળતી જાય
શરણુ સાચુ મનથી લેતાં,કળીયુગી આધી વ્યાધી દુર જાય
જન્મોજન્મની કેડી  છુટે જીવથી,ત્યાં કૃપા પ્રભુની થઈજાય
.                  ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.

////////////////////////////////////////////////////

« Previous Page