April 23rd 2019

રામનામની માળા

.             .રામનામની માળા

તાઃ૨૩/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના આગમનનો સંબંધ છે જીવને,જે થયેલકર્મથી દેહ મેળવાય 
જન્મમરણ એ દેહને સ્પર્શે જગતપર,એજ અનેક સમયથી કેડી કહેવાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
પરમાત્માએ લીધેલ અનેક દેહ ભારતપર,એ જીવને પાવનરાહે દોરી જાય
શ્રધ્ધા ભાવનાથી પુજન કરતા જીવનમાં,સત્કર્મનો સંગાથ પણ મળી જાય
મળેલ દેહની નાકોઇ અપેક્ષારહે,જે જીવને પાવનરાહે પ્રેરણા આપી જાય
સત્કર્મ એજ પ્રેરણા પ્રભુની જીવ પર,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
સરળ જીવનની રાહ મળે દેહને,જે જગત પર અનંત શાંંતિ આપી જાય
પાવનરાહની પ્રેરણા મળે કૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાથીજ પુંજા થાય
માનવજીવન એજ રાહ જીવની,જે પાવન કર્મ તરફ આંગળી ચીંધી જાય
ભક્તિભાવથી માળા કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગ પણ મળી જાય 
......મળેલ દેહને સંગાથ મળે,જ્યાં પવિત્રભાવનાએ રામનામની માળા થાય.
==========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment