ગુજરાતનુ ગૌરવ
. .ગુજરાતનુ ગૌરવ તાઃ૩૧/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ પાવનરાહ ને પવિત્રકેડી મળી જીવનમાં,એ માતાપિતાના આશિર્વાદ કહેવાય પવિત્ર ભારતદેશમાં માનવતા સાચવતા,વડાપ્રધાનની પાવનરાહ મળીજ જાય ......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય. સરળ જીવનની રાહ પકડીને ચાલતા,ઉજવળ જીવનની જ્યોત પ્રગટી જાય મળેલ માનવદેહને પવિત્રરાહે પકડી ચાલતા,ગુજરાતના મુખ્યપ્રધાન એ થાય પરમકૃપા મળી પરમાત્માની જીવનમાં,ના કોઈ જ અપેક્ષાય જીવનમાં રખાય કુટુંબને મળેલ ઉજવળ રાહ અવનીપર,જે પાવનરાહે વડાપ્રધાન થતા દેખાય ......એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય. જગતપર પવિત્રભુમી ભારતછે,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પાવન કરી જાય માનવજીવનની મહેંક પ્રસરે જીવને મળેલદેહની,જે સરળ પવિત્રરાહે લઈ જાય કુદરતની પાવનકૃપા મળે છે કર્મથી દેહને,જે શ્રી નરેંદ્રભાઈના વર્તનથી દેખાય સુખસાગરની વર્ષા થઈ જીવનમાં,જે વડાપ્રધાન થઈ દેશને પવિત્રરાહે લઈજાય ....એ છે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઈ મોદી,ભારતની શાન દુનીયામાં ઉજવળ કરી જાય. =================================================================
ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ જે ભારતના વડાપ્રધાન થયા છે જે ગુજરાતનુ ગૌરવ કહેવાય અને મને વિશ્વાસ છે કે તેઓ સતત વડાપ્રધાન તરીકે દેશની સેવા કરશે.તેમને દુનીયામાં વસતા ગુજરાતીઓ તરફથી અભિનંદન સહિત હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ જય સાંઇબાબા. ------------------------------------------------------------------