October 20th 2016

સમયની જકડ

.                       .સમયની જકડ

તાઃ૨૦/૧૦/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયના પકડાયો શ્રી શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
એજલીલા અવિનાશીની અવનીએ,જે દેહમળે અનુભવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
અનંત શક્તિશાળી રાવણ,ભોલેનાથની કૃપાએ થઈ જાય
અભિમાનને આગળ રાખી  જીવતા,અંતે દેહનુ દહન થાય
સમય એ જીવનની શાન છે,જ્યાં સમજીને જીવન જીવાય
કુદરત કેરી આફતથી બચવા,પાવનરાહ ભક્તિએ પકડાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.
માગણીમનને સદાય સ્પર્શે,અવનીએ નાકોઈથીદુર જવાય
સમયની સાંકળએ બંધન દેહના,જે શ્રધ્ધાભક્તિએ દુર જાય
મળેલ માનવદેહ જીવને,પ્રભુકૃપાએ જન્મમરણથી છટકાય
આવન જાવનએછે કુદરતની લીલા,ના કોઈ થી દુર રહેવાય
…………..એજ સમયની જકડ છે,જ્યાં પરમાત્માથીય ના છટકાય.

===========================================