October 18th 2016

ગજાનંદ ગણપતિ

Gapadada.

 

.                    . ગજાનંદ ગણપતિ

તાઃ૧૮/૧૦/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું  મેં કહ્યું ત્યાં જ, તારું તારું દુર ભાગતુ જાય
માનવજીવન મનેમળ્યુ,જ્યાં ગજાનંદની કૃપા થાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
કુદરત કેરી અદભુત છે લીલા,ના કોઇ જીવથી છટકાય
આવનજાવન અવનીપરના,જે મળેલ દેહથી સમજાય
માનવતાની  મહેંક  પ્રસરે,જ્યાં  જીવોને સંતોષ દેવાય
નામોહની કોઇ કેડી સ્પર્શે,કે ના કોઇ અપેક્ષાય મેળવાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
રિધ્ધિ સીધ્ધિએ કૃપા ગજાનંદની,જેઉજ્વળ જીવને દેખાય
પરમપિતા ભોલેનાથની કૃપા,જે શ્રીગણેશાયથી મેળવાય
અજબશક્તિશાળી પિતા છે,જે ગણેશ વંદનાથી મળી જાય
માતા પાર્વતીની પાવનરાહ,જીવને દેહ થકી સમજાઈ જાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.

=======================================

October 18th 2016

કળીયુગી કલ્પના

.             . કળીયુગી કલ્પના

તાઃ૧૮/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી ત્યાં લાગણી સ્પર્શી,કર્મનીકેડીએ બાંધી જાય
જીવન સંબંધ જન્મ મરણથી,જે  આવન જાવનથી દેખાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
પશુપક્ષીએ નિરાધારી જીવન,જે અવનીએ દેહથી સમજાય
ના કોઇ સંબંધ દેખાય જીવના,કે ના કોઇ બંધન પણ દેખાય
એ અવનીપરની લીલા પ્રભુની,પરમાત્માની કૃપા કહેવાય
દેહનાબંધન જીવને જકડે,જે અવનીપરના દેહથી સમજાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
માનવદેહ ના સ્પર્શે જીવને,જે અવનીપર મળેલ દેહે દેખાય
કુદરતની આકેડી છે ન્યારી,નિખાલસ પ્રેમથી જ એ સમજાય
પરમભક્તિનો માર્ગમળે સંસારમાં,નાકોઇદેખાવ સ્પર્શી જાય
મંદીરમસ્જીદ સમયની કેડી,જ્યાં જીવનીસાર્થકતા ઘુમાવાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.

=========================================

 

October 18th 2016

પ્રેમ મઝાનો

.                   .  પ્રેમ મઝાનો

તાઃ૧૮/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો મને પ્રેમ મઝાનો,અનંત આનંદ દઈ જાય
ઉજ્વળતાની રાહ મળતા જીવને,પરમસુખ મળીજાય
…………..એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
ભક્તિરાહની પાવન કેડીએ,માનવ જીવન આવી જાય
મળેલ દેહને સાર્થક કરવાને,સીધી રાહ પણ મળી જાય
પ્રેમથીચીંધેલ આંગળી જલારામે,અનેક જીવોખુશ થાય
માનવતાની મહેંકપ્રસરે, જ્યાં સાંઇબાબાનીશ્રધ્ધાથાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
જન્મમરણના બંધન જીવને,અવનીએ આગમનથી દેખાય
કર્મના બંધનએ લીલા પ્રભુની,દે દેહના વર્તનથી સમજાય
મળી જાય માનવતા દેહને,જે મળેલ જન્મસફળ કરી જાય
ના જીવને કોઇ મોહ સ્પર્શે,કે ના કોઇ માગણીએ  લઈ જાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.

======================================