October 18th 2016

કળીયુગી કલ્પના

.             . કળીયુગી કલ્પના

તાઃ૧૮/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી ત્યાં લાગણી સ્પર્શી,કર્મનીકેડીએ બાંધી જાય
જીવન સંબંધ જન્મ મરણથી,જે  આવન જાવનથી દેખાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
પશુપક્ષીએ નિરાધારી જીવન,જે અવનીએ દેહથી સમજાય
ના કોઇ સંબંધ દેખાય જીવના,કે ના કોઇ બંધન પણ દેખાય
એ અવનીપરની લીલા પ્રભુની,પરમાત્માની કૃપા કહેવાય
દેહનાબંધન જીવને જકડે,જે અવનીપરના દેહથી સમજાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
માનવદેહ ના સ્પર્શે જીવને,જે અવનીપર મળેલ દેહે દેખાય
કુદરતની આકેડી છે ન્યારી,નિખાલસ પ્રેમથી જ એ સમજાય
પરમભક્તિનો માર્ગમળે સંસારમાં,નાકોઇદેખાવ સ્પર્શી જાય
મંદીરમસ્જીદ સમયની કેડી,જ્યાં જીવનીસાર્થકતા ઘુમાવાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.

=========================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment