October 23rd 2016

જકડે એ પકડે

.                 . જકડે એ પકડે

તાઃ૨૩/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને જ્યાં માયા સ્પર્શે,ત્યાં કર્મની કેડી બદલાઈ જાય
મળેલ દેહને કળીયુગ પકડે,ત્યાં માનવ  જીવન જકડાઈ જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
પરમકૃપાળુ છેપરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાએ સમજાઈજાય
માનવજીવન સાર્થક કરવાને,સમય સમજીને જીવન જીવાય
મળે માનવતાનો અણસાર જીવનમાં,જ્યાંનિર્મળ ભક્તિ થાય
સુખશાંન્તિનો સ્પર્શથાય દેહને,એજ નિર્મળ ભક્તિરાહ કહેવાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
અપેક્ષાની કેડી મળે જીવને,ત્યાં મળેલ જન્મ કળીયુગમાં ફસાય
આધીવ્યાધીની લાકડી પડતાજ,જીવને અનંતદુઃખ સ્પર્શી જાય
સંબંધીઓનો ના સંગાથ મળે જીવને,ને સગાઓ  દુર ભાગી જાય
મળેલ જન્મને ના માનવતા મળતા,જીવ મૃત્યુને શોધતો જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.

=======================================